અરવિંદ કેજરીવાલ બની રહેશે મુખ્યમંત્રી, સુપ્રિમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે અરવિંદ કેજરીવાલના દિલ્હીના મુખ્યમંત્રી બની રહેવા સામે કરવામાં આવેલી સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાથી ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, અમે એવું કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચના રોજ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ હતા, પરંતુ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ન હતું.
નોંધનીય છે કે, દિલ્હી લિકર પોલિસી સંબંધિત કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કેજરીવાલને દિલ્હીના સીએમ પદેથી હટાવવા અંગેની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 13 મે એટલે કે આજે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અરજદારે આ અપીલ કરી - અરજદારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અંગત સ્વાર્થને કારણે પદ છોડી રહ્યા નથી. અરજદારે એવો પણ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાને કારણે સીએમ પદના મહત્વના કામને અસર થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું? - આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે જોવું એલજીના અધિકારક્ષેત્રમાં છે. સુપ્રીમ કોર્ટ કોઈને પણ પદ પરથી હટાવવાનો આદેશ આપી શકે નહીં. તે યોગ્યતાની વાત છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આ પછી તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદેસર અધિકાર નથી.
કેજરીવાલ વચગાળાના જામીન પર જેલમાંથી મુક્ત થયા - ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કારણ કે, કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા, જો કે તેમણે તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા. 50 દિવસ બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા દિલ્હીમાં ઝડપથી રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
