અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં સરેન્ડર કરશે, જતા પહેલા કાર્યકરોને સંદેશ આપ્યો
લોકસભા ચૂંટણી પુરી થતા હવે અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં સરેન્ડર કરવા જઈ રહ્યા છે. કેજરીવાલના જામીન આજે પુરા થઈ ગયા છે.
અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડના આરોપી છે, તેમની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે કેજરીવાલને જેલમાં મોકલી દીધા. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ તેમણે આજે આત્મસમર્પણ કરવું પડશે.

કેજરીવાલે તેમના જામીન એક સપ્તાહ વધારવા માટે દિલ્હી કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટ તેની સુનાવણી 5 જૂને કરશે, તેથી કેજરીવાલે આજે પાછા જેલમાં જવું પડશે.
કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ 2 જૂને બપોરે 3 વાગ્યે આત્મસમર્પણ કરશે. તેમણે કહ્યું કે ચૂંટણી બાદ હું 2 જૂને આત્મસમર્પણ કરીશ. અમે સરમુખત્યારશાહી સામે લડી રહ્યા છીએ, જો મારે દેશ માટે મારો જીવ આપવો પડે તો શોક ન કરશો.
જણાવી દઈએ કે, ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે કેજરીવાલે દિલ્હી દારૂ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી છે, તેમણે દારૂના લાયસન્સના બદલામાં લાંચ લીધી છે.
EDનો દાવો છે કે AAPએ 100 કરોડ રૂપિયા લીધા છે, જેનો ઉપયોગ ગોવા અને પંજાબની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને આ મામલામાં સમગ્ર કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી છે. કેજરીવાલે કહ્યું કે આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી હું પ્રચાર ન કરી શકું.
સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ કેજરીવાલને જામીન આપ્યા હતા જેથી તેઓ પ્રચાર કરી શકે. જે બાદ કેજરીવાલે ઘણી રેલીઓ અને રોડ શો કર્યા.
નોંધનીય છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. પરિણામો પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તે મુજબ એનડીએને સંપૂર્ણ બહુમતી મળવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
