Arvind Kejriwal: આજે સુપ્રિમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થશે, રિટ્વિટ કરીને ફસાયા CM
Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવામાં આવશે, જેમાં મે 2018માં યુટ્યુબર ધ્રુવ રાઠી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા કથિત બદનક્ષીભર્યા વીડિયોને રિટ્વિટ કરવા બદલ અપરાધિક માનહાનિના કેસમાં તેમને જાહેર કરવામાં આવેલા સમન્સને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેચ આ કેસની સુનાવણી કરે તેવી શક્યતા છે, જેમાં અરવિંદ કેજરીવાલે કબૂલ્યું છે કે, ભાજપ આઈટી સેલ સંબંધિત યુટ્યુબર રાઠી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા કથિત અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરીને તેમણે ભૂલ કરી છે. 11 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ આ કેસમાં ફરિયાદીની માફી માંગવા માગે છે.

મુખ્યમંત્રીએ રિટ્વિટ કર્યો હતો અપમાનજનક વીડિયો - અરવિંદ કેજરીવાલ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે કથિત ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ યુટ્યુબર રાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરીને ભૂલ કરી છે - ફરિયાદી વિકાસ સાંકૃત્યન તરફથી હાજર થયેલા વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X અથવા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફી માંગી શકે છે.
CM કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી - 26 ફેબ્રુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે, હાઈકોર્ટના આદેશને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર નોટિસ જાહેર કર્યા વિના, ફરિયાદીને પૂછ્યું હતું કે, શું તે કેસ બંધ કરવા માંગે છે. કારણ કે, અરજદારે સ્વીકાર્યું હતું કે, તે ભૂલ હતી. અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, હું એટલું જ કહીશ કે મેં રિટ્વિટ કરીને ભૂલ કરી છે.












Click it and Unblock the Notifications
