અરવિંદ કેજરીવાલ નહીં લડે વારાણસીથી ચૂંટણી!
નવી દિલ્હી, 9 એપ્રિલ: પહેલા તો મોટા મોટા દાવા અને જ્યારે કંઇ કરી બતાવવાનો સમય આવ્યો ત્યારે ટાય-ટાય ફિસ. કંઇક આવો જ હાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો થયો છે. અરવિંદે વારાણસીથી ચૂંટણી લડવાનો વાયદો કરી પ્રસિદ્ધિ તો મેળવી લીધી પરંતુ વાસ્તવિકતા એ છે કે હજી સુધી તેમણે વારાણસીથી ચૂંટણી લડવા માટે અસ્થાઇ રહેઠાણ પ્રમાણ પત્ર માટે આવેદન પણ કર્યું નથી.

વિચાર્યું હતું કે જનતાને શું ખબર?
અરવિંદ કેજરીવાલે વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરીને જ્યાં એક બાજું ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લલકાર્યા હતા, જ્યારે બીજી બાજું તેમણે હજી સુધી અસ્થાઇ નિવાસ પ્રમાણ પત્ર બનાવવા માટે કોઇ આવેદન કર્યું નથી. ક્યાંકને ક્યાંક અરવિંદે એ જ વિચાર્યું હશે કે વારાણસીના ગામની જનતાને શું ખબર કે ચૂંટણી લડતા પહેલા રહેઠાણ પ્રમાણ પત્ર પણ બનાવવું પડે છે.












Click it and Unblock the Notifications
