For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્યન ખાન, અરબાઝ અને મુનમુનની જામીન અરજી નામંજૂર, 8 આરોપીઓને જેલ મોકલાયા!

મુંબઈમાં કથિત ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન સહિત આઠ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ઓક્ટોબર : મુંબઈમાં કથિત ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન સહિત આઠ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી બાજુ મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે જહાજ પર પાર્ટીના દરોડા બાદ ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી છે. ટ્રાયલ પહેલા તમામ આઠ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એનસીબીએ પુરૂષ કેદીઓને આર્થર રોડ જેલમાં અને મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલ્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં એડવોકેટ સતીશ માનશિંદે આર્યન ખાન વતી દલીલ કરી રહ્યા હતા. સતીશે કોર્ટમાં દલીલ કરી હતી કે NCB એ આર્યન પર માત્ર આરોપો લગાવ્યા છે, તેની પાસેથી કંઈ મળ્યું નથી.

Aryan Khan

કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આર્યન ખાન, મુનમુન અને અરબાઝ મર્ચન્ટના વકીલો સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે. આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, આ કોર્ટ સમક્ષ અરજી વિચારી શકાય તેવી નથી. આથી વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ દરમિયાન આર્થર જેલના સુપરિન્ટેન્ડન્ટ નીતિન વાયચલનું કહેવું છે કે આર્યન ખાન અને અન્ય આરોપીઓને આર્થર જેલમાં 3-5 દિવસ ક્વોરેન્ટાઇન સેલમાં રાખવામાં આવશે.

આ દરમિયાન કોર્ટે નાઇજિરિયન ઓરાપી પેડલર ચિનેદુ ઇગ્વેને 11 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અરબાઝ મર્ચન્ટના વકીલ તારક સઈદે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે અરબાઝને અન્ય કોઈ આરોપી સાથે જોડવાના કોઈ પુરાવા નથી. તેથી અહીં કોઈ ષડયંત્ર નથી બનતું. NCB કેમ CCTV માટે મારી અરજીનો વિરોધ કરી રહી છે? તેના જવાબમાં તેણે કહ્યું છે કે તેનાથી તેની તપાસ પર વિપરીત અસર પડશે. આ કેવી રીતે શક્ય છે?

મુનમુન ધામેચાના જામીન માટે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખે જણાવ્યું હતું કે, એનસીબીની રજૂઆતમાં તેઓ પોતે માને છે કે મુનમુન સાથે સૌમ્યા અને બલદેવ હતા, જેમણે તેમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી, તો પછી તેઓ કેવી રીતે કહે છે કે મારી પાસેથી ડ્રગ્સ મળ્યુ છે? મુનમુન પાસેથી નાની માત્રામાં ડ્ગ્સ મળ્યુ છેે અને તે પણ 5 ગ્રામ. આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ. તે મુંબઈમાં રહેતી નથી, તેનો કોઈ સાથે કોઈ સંબંધ નથી.

English summary
Aryan Khan, Arbaaz and Moonmoon's bail plea denied, 8 accused sent to jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X