For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aryan Khan : મુંબઈ પાસે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મુદ્દે શાહરુખ ખાનના દીકરા આર્યન સહિત ત્રણને એનસીબી રિમાન્ડ પર મોકલાયા

Aryan Khan : મુંબઈ પાસે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મુદ્દે શાહરુખ ખાનના દીકરા આર્યન સહિત ત્રણને એનસીબી રિમાન્ડ પર મોકલાયા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બીબીસી મરાઠીના પત્રકાર મયંક ભાગવતે માહિતી આપી છે કે આર્યન ખાન અને તેમની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુમમુન ધમેચાને એક દિવસના એનસીબીના રિમાન્ડમાં મોકલી દેવાયા છે, એટલે કે આ ત્રણેય આરોપ ચાર ઑક્ટોબર સુધી રિમાન્ડ રહેશે.

કોર્ટમાં આર્યન ખાનના વકીલે કહ્યું કે એનસીબીને આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી.

તો એનસીબીના દાવો છે કે તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, હવે એનસીબી ખાનને સોમવારે કોર્ટમાં રજૂ કરશે અને કાલે જ તેમની જામીન અરજી પર સુનાવણી થશે.

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ શનિવારે રાત્રે એક ક્રૂઝ શિપમાં ચાલતી એક ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો.

અધિકારીઓએ આઠ લોકોની અટકાયત કરી છે, જેમાં બે યુવતી પણ છે.

સમાચાર એજન્સી એએનઆઈને એનસીબીના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડે જણાવે છે કે આ મામલે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, ઇસ્મિતસિંહ, મોહક જસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે.

https://twitter.com/ANI/status/1444542889598468096

સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે એનસીબીએ જે સાત લોકોની અટકાયત કરાઈ છે, એમાં શાહરુખ ખાનનો દીકરો પણ સામેલ છે.

https://twitter.com/PTI_News/status/1444562483327340544

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કહ્યું કે આ પાર્ટમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા વિશે તપાસ ચાલી રહી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસને કોર્ડેલિયા ક્રૂઝ પર એક ડ્રગ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળી હતી.

https://twitter.com/ANI/status/1444563842894155783

એનસીબી પ્રમુખ એસ.એન પ્રધાને સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે અમારે મુંબઈમાં કામ ચાલુ રાખવું પડશે. જો ડેટા પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં 300 કરતાં વધારે દરોડા પાડવામાં આવ્યા છે. જો વિદેશી નાગરિકો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે સમૃદ્ધ લોકો સંડોવાયેલા હશે તો પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.

જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમાં એક બોલીવૂડ અભિનેતાનો પુત્ર હોવાના અહેવાલ છે

તેમણે કહ્યું કે અમે નિષ્પક્ષ કાર્યવાહી રહ્યા છીએ. આ કાર્યવાહીમાં જો બોલીવૂડ અથવા સમૃદ્ધ લોકોનાં નામે આવે તો આવવા દો. અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું.


ખરેખર શું થયું હતું?

મુંબઈના ડ્રગ કંટ્રોલ સ્ક્વૉડે શનિવાર અડધી રાત્રે એક મોટું ઑપરેશન શરૂ કર્યું.

મહારાષ્ટ્ર ટાઇમ્સના રિપોર્ટ મુજબ સમુદ્ર વચ્ચે એક ક્રૂઝ શિપ પર કથિત રીતે ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને એનસીબીએ દસ લોકોની અટકાયત કરી હતી.

પોલીસને સૂચના મળી હતી કે પાર્ટી મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર ચાલી રહી હતી.

એટલે એનસીબીની ટીમે એક ડ્રગ લેવાનું શરૂ થયું ત્યાર બાદ બધાને પડક્યા. તેમાં એક અભિનેતાનો દીકરો પણ સામેલ હતો. શનિવારે રવાના થયેલા આ ક્રૂઝને સોમવારે મુંબઈ પાછું આવવાનું હતું.

આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદાં કપડાંમાં પર્યટક તરીકે ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથે પકડાયા.

કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા છે.


આર્યન ખાનની અટકાયત પર બોલીવૂડની પ્રતિક્રિયા

એનસીબીની રેડ મામલે સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે "જ્યારે કોઈ સ્થળે છાપો મારે તો અનેક લોકોની અટકાયત કરાતી હોય છે."

"આપણે ધારી લેતાં હોઈએ છીએ કે ચોક્કસ છોકરાએ ડ્રગનું સેવન કર્યું છે. "આપણે બાળકને શ્વાસ લેવા દઈએ, વાસ્તવિક રિપોર્ટ્સ બહાર આવે એની રાહ જોઈએ."

https://twitter.com/ANI/status/1444576104681861121

મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને પ્રવક્તા અતુલ લોંધેએ પણ મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ શિપ પર પાર્ટી દરમિયાન એનસીબીની કાર્યવાહી પર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

તેમને પ્રશ્ન કર્યો કે, "ગુજરાતમાં મળેલા નશાનાં પદાર્થોનું શું થયું?"

અતુલ લોંધેએ પૂછ્યું કે નાની-નાની કાર્યવાહી શું મોટી ઘટનાઓને છૂપાવવા માટે નથી?


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=mtLbsMW9BwQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Aryan Khan: Three, including Shah Rukh Khan's son Aryan, sent to NCB remand over drug party issue on cruise near Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X