For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા, જુઓ વીડિયો

નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ સાથે શરુ થયેલું MeToo અભિયાનને કારણે હાલમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો

|
Google Oneindia Gujarati News

નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ સાથે શરુ થયેલું MeToo અભિયાનને કારણે હાલમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે, જેમાં વિકાસ બહેલ, આલોકનાથ, કૈલાશ ખેર અને રજત કપૂર જેવી મોટી હસ્તીઓ શામિલ છે. આ અભિયાન હવે ફિલ્મી ગલીઓથી બહાર નીકળીને રાજનીતિ સુધી પણ પહોંચી ચૂક્યું છે. જેનું તાજું ઉદાહરણ કેન્દ્રીય વિદેશ મંત્રી એમકે અકબર છે, જેમના પર પણ એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: રાધે માની આ 10 લીલાઓને ભાગ્યે જ તમે જાણતા હશો

Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા

Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા

પોતાને માં દુર્ગાનો અવતાર ગણાવનાર રાધે માં ઘ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. મુંબઈમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા રાધા માં ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારી મહિલાઓને એક જ સલાહ છે કે જયારે તેમની સાથે કઈ ખોટું થાય તો તે સમયે જ અવાઝ ઉઠાવે.

મહિલાઓ અવાઝ ઉઠાવે

મહિલાઓ અવાઝ ઉઠાવે

રાધે માં એ #MeToo અભિયાનનું સમર્થન કર્યું અને કહ્યું કે મહિલાઓને ખોટું થતું હોય તો તેની સામે બોલવાનો પૂરો અધિકાર છે અને તેમને બોલવું પણ જોઈએ. આપણે જણાવી દઈએ કે #MeToo અભિયાન હોલિવૂડથી શરુ થયું હતું અને હવે તે ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે.

આરોપ

આરોપ

જો કે આ બધાની બાદ પણ તેમની પર યૌન શોષણ અને યૌન હિંસા તથા દહેજ ઉત્પીડન જેવા કેસ દાખલ થયા છે. મુંબઇમાં રહેનારી વકીલ ફાલ્ગુની ભટ્ટાચાર્યએ તેમની વિરુદ્ધ અશ્લીલતા ફેલાવાનો આરોપ લગાવ્યો છે. રાધે માંના નામ પર અરબોની સંપત્તિ છે. જેમાં મુંબઇ, દિલ્હી સમેત વિદેશોમાં પણ તેમના નામે સંપત્તિ છે.

પંજાબની છે રાધે માં

પંજાબની છે રાધે માં

પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

હાથમાં ત્રિશુળ

હાથમાં ત્રિશુળ

રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે. રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો.

English summary
Radhe Maa decides to comment on sexual harassment in light of the MeToo movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X