For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TRAIએ આપી નવા વર્ષની ભેટ, 130 રૂપિયામાં 200 ટીવી ચેનલ જોઈ શકશો

TRAIએ આપી નવા વર્ષની ભેટ, 130 રૂપિયામાં 200 ટીવી ચેનલ જોઈ શકશો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડીટીએચ કનેક્શન મોંઘા થવાના કારણે ગ્રાહકોએ ભારે મુસિબતનો સામનો કરવો પડી રહ્યો હતો, જે બાદ ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે ગ્રાહકોને મોટી રાહત આપી દીધી છે. ટ્રાઈએ નવા વર્ષની ભેટ આપતા પ્રસારણ સેવાઓ માટે નવા નિયમોની રૂપરેખા રજૂ કરી છે, જે મુજબ ગ્રાહકોને હવે માત્ર 130 રૂપિયામાં 200 ટીવી ચેનલ્સ જોવા મળશે, એટલે કે હવે ઉપભોક્તાને ઓછી કિંમતે વધુ ટીવી ચેનલ જોવા મળશે. નવા નિયમો મુજબ હવે બ્રૉડકાસ્ટરને 19 રૂપિયાવાળું ચેનલ બુકેમાં નહિ આપવું પડશે, તેને માત્ર 12 રૂપિયાવાળા ચેનલ બુકેમાં જ આપવાનું થશે. ટ્રાઈએ ચેનલ માટે કેરિઝ ફી પણ 4 લાખ રૂપિયા નક્કી કરી છે.

પહેલા માત્ર 100 ચેનલ મળતાં હતાં

પહેલા માત્ર 100 ચેનલ મળતાં હતાં

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગ્રાહકોને 130 રૂપિયામાં માત્ર 100 ફ્રી ટૂ એર ચેનલ જ મળતાં હતાં, જે ટેક્સ ઉમેર્યા બાદ 154 રૂપિયાનો પેક થઈ જતો હતો. આ પેકેજમાં 26 ચેનલ્સ પ્રસાર ભારતીના આવતાં હતાં. પરંતુ નવો નિયમ લાગૂ થયા બાદ 19 રૂપિયા વાળા ચેનલ બુકેમાં નહિ આપવામા આવે, તેને 12 રૂપિયાવાળા ચેનલના બુકેમાં જ આપવામાં આવશે. જે મુજબ હવે 130 રૂપિયામાં 200 ચેનલ જોઈ શકાશે. ટ્રાઈએ નિર્દેશ આપ્યા છે કે તમામ બ્રોડકાસ્ટર કંપનીઓને 13 જાન્યુઆરી સુધી આ જાણખારી પોતાની વેબસાઈટ પર અપડેટ કરવાની રહેશે.

રેટ લિસ્ટ અપડેટ કરવાનો આદેશ

રેટ લિસ્ટ અપડેટ કરવાનો આદેશ

ટ્રાઈના નિર્દેશાનુસાર 30 જાન્યુઆરી સુધી તમામ ચેનલોની રેટ લિસ્ટ ફરીથી અપડેટ કરવાની રહેશે, જેનાથી ગ્રહક આસાનીથી પોતાના ચેનલ પસંદ કરી શકે. આ રેટ 1 માર્ચ 2020થી લાગૂ થશે. ખાસ વાત એ છે કે ટ્રાઈએ ફ્રી ટૂ એર ચેનલો માટે આપવામા ંઆવનાર માસિક શુલ્કને 130 રૂપિયા નક્કી કરી દીધો છે, એવામાં હવે 130 રૂપિયામાં 200 ફ્રી ટૂ એર ચેનલ જોવા મળશે. સાથે જ 12 રૂપિયાથી વધુ કિંમતવાળા બધા જ ટીવી ચેનલ કોઈપણ ચેનલ બુકેનો ભાગ નહિ રહે, આ ચેનલ્સને ગ્રાહક અલગથી ખરીદી શકે છે.

મહત્તમ શુક્લ 130 રૂપિયા

મહત્તમ શુક્લ 130 રૂપિયા

તમામ પ્રાવધાનોની સમીક્ષા બાદ ટ્રાઈએ 200 ચેનલ માટે અધિકતમ એનસીએફ શુલ્કને ઘટાડી 130 રૂપિયા કરી દીધો છે. સાથે જ જે ચેનલને અનિવાર્ય ઘોષિત કર્યા છે તેને એનસીસએફ ચેનલોની સંખ્યામાં ગણવામાં નહિ આવે. આ ઉપરાંત ટ્રાઈએ વિવરણ પ્લેટફોર્મ પરિચાલકોને 6 મહિના અથવા તેનાથી વધુના સમય માટે સબ્સક્રિફ્શન પર છૂટ આપવાની પણ મંજૂરી આપી છે. સાથે જ જે ઘરોમાં એકથી વધુ કનેક્શન છે તેમને બીજા કનેક્શનમાં 40 ટકા છૂટ આપવાની પણ ટ્રાઈએ વાત કહી છે. અત્યાર સુધી બીજા કનેક્શ પર પણ એક સરખો જ ચાર્જ વસૂલાતો હતો.

ક્રેડિટ કાર્ડ ધારક છો તો આ ભુલોથી બચો, નહીં તો ખર્ચો વધી જશે!ક્રેડિટ કાર્ડ ધારક છો તો આ ભુલોથી બચો, નહીં તો ખર્ચો વધી જશે!

English summary
as per new rules and regulation of TRAI we will get 200 channels in 130 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X