રસ્તો ખુલતા જ ખેડૂતો સંસદ જઈ ત્યાં જ પાક વેચશે : રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જેવી દિલ્હી પોલીસ રસ્તાઓ પર લગાવેલા બેરિકેડ્સને હટાવી દેશે, ખેડૂતો ડાંગરના પાકથી ભરેલા ટ્રેક્ટર સાથે સંસદ ભવન પહોંચશે અને ત્યાં તેમની ડાંગરને વેચશે.
નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જેવી દિલ્હી પોલીસ રસ્તાઓ પર લગાવેલા બેરિકેડ્સને હટાવી દેશે, ખેડૂતો ડાંગરના પાકથી ભરેલા ટ્રેક્ટર સાથે સંસદ ભવન પહોંચશે અને ત્યાં તેમની ડાંગરને વેચશે. ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે દિલ્હીની સંસદ હવે ખેડૂતોનું બજાર છે અને તે ત્યાં જઈને પોતાની ડાંગર વેચશે.

રાકેશ ટિકૈતે ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા કહ્યું કે, ખેડૂતોએ રસ્તા પર બેસીને રસ્તો રોક્યો નથી, પરંતુ દિલ્હી પોલીસે રસ્તો બ્લોક કર્યો છે અને હવે દિલ્હી પોલીસ બેરિકેડ હટાવી રહી છે તો ખેડૂતો પણ દિલ્હી જશે સંસદમાં પોતાનો પાક વેચશો. રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું કે સયુંક્ત કિસાન મોરચા વતી સરકારને 26 નવેમ્બર સુધી ખેડૂતો સાથે વાતચીત કરવાની ઓફર કરવામાં આવી છે અને જો સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતી હોય તો 26 નવેમ્બર સુધીમાં કરી લે.
રાકેશ ટિકૈતે એ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં 'દવા' આપવાની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે હરિયાણાના એલનાબાદમાં યોજાનારી પેટાચૂંટણીમાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને 'દવા' આપશે અને તેનાથી તેને થોડી રાહત થશે.
ઉલ્લેખનિય છે કે, દિલ્લીની વિવિધ બોર્ડર ખોલવા મુદ્દે સરકાર અને ખેડૂતો સામસામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. જે બાદ દિલ્હી પોલીસે બોર્ડર પર લગાવેલા બેરિકેટ્સ ખોલવાની શરૂઆત કરી હતી.












Click it and Unblock the Notifications
