જુઓ વીડિયો: ઓવૈસીએ ફરી મોદી વિરૂદ્ધ ઓક્યું ઝેર

હૈદ્વાબાદ, 4 જૂન: હૈદ્વાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરીથી ઝેર ઓક્યું છે. ફેસબુક અને યૂ ટ્યૂબ પર એક વીડિયો શેર થઇ રહ્યો છે, જેમાં ઓવૈસી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં જોવા મળી રહ્યાં છે.

ઑલ ઇન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન અને તેમના ધારાસભ્ય ભાઇ અકબરૂદ્દીન, બંને ભડકાઉ ભાષણ આપવા માટે ચર્ચામાં રહે છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ભડકાઉ ભાષણના મુદ્દે અકબરૂદ્દીન ઓવૈસીની ધરપકડક અરવામાં આવી હતી. જો કે તેમને જમાનત મળી ગઇ હતી.

શું છે વીડિયોમાં?
આ વીડિયોમાં અસદુદ્દીન ભાજપને બહુમત મળવાનો ઉલ્લેખ કરતાં જોવા મળી રહ્યાં છે. અસદુદ્દીન વીડિયોમાં પોતાના ભડકાઉ ભાષણ દરમિયાન એક જગ્યાએ નરેન્દ્ર મોદીની પૂર્વમાં કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં તેમને અપશબ્દ કહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ એજન્સી ''રાયટર'ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, 'જો કોઇ કુતરાનું બચ્ચું પણ કારની નીચે આવીને મરી જાય છે તો તમને દુખ થાય છે.'' ત્યારબાદ તેમની ટીકા થઇ હતી. કેટલાક લોકોએ નરેન્દ્ર મોદીએ આ નિવેદનને અલ્પસંખ્યક સમુદાય સાથે જોડીને જોયા હતા.

(નીચે જુઓ ઓવૈસીનો નવો વીડિયો)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X