For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓવૈસીની AIMIMનુ MVAને સમર્થન, રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ આમને આપશે મત

મહારાષ્ટ્રમાં AIMIM એ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલી પાર્ટી મહા વિકાસ અઘાડી (MVA)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

કોલ્હાપુરઃ ભારતમાં ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે આજે મતદાન થશે. જેમાં રાજસ્થાનની 4, હરિયાણાની 2, મહારાષ્ટ્રની 6 અને કર્ણાટકની 4 બેઠકોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં AIMIM એ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલી પાર્ટી મહા વિકાસ અઘાડી (MVA)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એટલે કે ભાજપ વિરુદ્ધ AIMIM મહારાષ્ટ્રના સત્તાધારી દળનો પક્ષ લઈ રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનો નિર્ણય

કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનો નિર્ણય

આ વાતની પુષ્ટિ કરતા AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે આજે જણાવ્યુ હતુ કે, 'અમારી પાર્ટી AIMIMએ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મહા વિકાસ અઘાડી (MVA)ને મત આપવાનો નિર્ણય કર્યો છે.' ઈમ્તિયાઝે કહ્યુ કે, 'અમારા AIMIM મહારાષ્ટ્રના 2 ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવા કહેવામાં આવ્યુ છે.' તમને જણાવી દઈએ કે ગઈકાલે જ કેટલાક નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને ત્યારબાદ ઓવૈસીની પાર્ટી AIMIMએ સમર્થન જાહેર કર્યુ હતુ.

ભાજપ પાસે 106 ધારાસભ્યો

ભાજપ પાસે 106 ધારાસભ્યો

મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર ચૂંટણી થવાની છે પરંતુ સ્પર્ધા માત્ર એક જ બેઠક પર જોવા મળશે. જ્યાં રાજ્યસભા સીટની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે કુલ 42 વોટની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભાજપ પાસે 106 ધારાસભ્યો છે જેના બળ પર પાર્ટી સરળતાથી બે સાંસદો જીતી લેશે. બીજી તરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના એક-એક સાંસદ જીતશે.

માત્ર એક વોટ મેનેજ કરવો પડશે

માત્ર એક વોટ મેનેજ કરવો પડશે

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન સિવાય શિવસેનાના ઉમેદવારને વધારાના મત મળવાની તૈયારી છે. શિવસેનાએ કોલ્હાપુર જિલ્લા અધ્યક્ષ સંજય પવારને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. વળી, ભાજપે કોલ્હાપુરના ધનંજય મહાડિકને ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. મહા વિકાસ આઘાડી સરકાર (MVA) તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે તેમની પાસે 41 વોટ છે અને તેમને માત્ર એક વોટ મેનેજ કરવો પડશે જે કોઈ મોટી વાત નથી.

English summary
Asaduddin Owaisi's AIMIM vote for Maha Vikas Aghadi (MVA) in the Rajya Sabha elections in Maharashtra, against BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X