હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પહેરીશ, મારી દીકરી હિજાબ પહેરશેઃ અસદુદ્દીન ઓવૈસી
એઆઈએઆઈએના પ્રમુખ અસદુદ્દી ઓવૈીએ હિજાબ વિવાદ વચ્ચે કહ્યુ છે કે હું કોઈનો ગુલામ નથી.
નવી દિલ્લીઃ એઆઈએઆઈએના પ્રમુખ અસદુદ્દી ઓવૈીએ હિજાબ વિવાદ વચ્ચે કહ્યુ છે કે હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પહેરીશ અને દાઢી પણ રાખીશ અને મારી દીકરી હિજાબ પણ પહેરશે. ઓવૈસીએ કહ્યુ કે તમને મજહબી દાઢી પસંદ નથી કોઈ પરવા નથી, હું દાઢી રાખીશ, તમને મારા માથા પર ટોપી પસંદ નથી, હું પહેરીશ, તમને હિજાબ પસંદ નથી મારી દીકરી પહેરશે, હું શું તમારો ગુલામ છુ, હું તમારો કેદી છુ, હું શું તમારા ઈશારા પર નાચીશ, હું શું તમારા હુકમ પર નીચે પડી જઈશ, અમે માથુ ઝૂકાવીશુ અમારા કરીમ સામે, દુનિયામાં રહીશુ તો ભારતના બંધારણ હેઠળ પોતાની ઓળખ જાળવી રાખીશુ. એએમઆઈએમે ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. જો કે, એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે.

નોંધનીય વાત એ છે કે કર્ણાટકના ઉડુપી શહેરમાં સ્થિત એક સ્કૂલથી શરુ થયેલો વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હાલમાં આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પરંતુ જ્યાં સુધી કેસની સુનાવણી ચાલી રહી છે કોર્ટે અંતરિમ ચુકાદો આપીને ધાર્મિક પ્રતીક પહેરીને શિક્ષણ સંસ્થાઓમાં જવા પર રોક લગાવી દીધી છે. ઓવૈસીના આ નિવેદનને આ વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ પહેલા 13 ફેબ્રુઆરીએ પણ ઓવૈસીએ એક ટ્વિટમાં કહ્યુ હતુ કે ઈંશાઅલ્લાહ એક દિવસ દેશમાં એક હિજાબી પ્રધાનમંત્રી બનશે. જો અમા્રી દીકરીઓ કહે કે અબ્બા હું હિજાબ પહેરવા માંગુ છુ તો અમ્મા-અબ્બા કહેશે કે પહેર દીકરી જોઈએ છે તને કોણ રોકે છે. નકાબ પહેરીશુ, કૉલેજ પણ જઈશુ, કલેક્ટર પણ બનીશુ, બિઝનેસમેને, એસડીએમ બનીશુ અને એક દિવસ એક બાળકી હિજાબ પહેરીને દેશની પ્રધાનમંત્રી પણ બનશે.
मैं किसी का ग़ुलाम नहीं हूं, मैं टोपी भी पहनूंगा और दाढ़ी भी रखूंगा और मेरी बेटी भी हिजाब पहनेगी। - Barrister @asadowaisi #UttarPradeshElections #Hijabi pic.twitter.com/6g3Wp5bBi5
— AIMIM (@aimim_national) February 20, 2022












Click it and Unblock the Notifications
