For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે 'Asani', આગલા 4 દિવસ વરસાદના અણસાર, ત્રણ રાજ્યમાં એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત 'અસાની' આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત 'અસાની' ઉત્તર આંધ્ર-ઓરિસ્સાના તટોથી પશ્ચિમ-મધ્ય અને તેની પાસે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં મંગળવારે પહોંચવા પર ઉત્તર-પૂર્વ તરફ વળવા અને ઓરિસ્સા તટથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને કહ્યુ છે કે માછીમારોને સલાહ આપવામાં આવે છે કે 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગો, 9 અને 10ના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને 10મેથી 12 મે સુધી બંગાળની ઉત્તર પશ્ચિમી ખાડીના ન જાય.

cyclone

હવામાન વિભાગે 'અસાની'ની ગતિ અને તીવ્રતાના પોતાના પૂર્વાનુમાનમાં કહ્યુ કે ચક્રવાતી તોફાનના બુધવારે ભયાનક ચક્રવાતી તોફાનમાં બદલવા અને ગુરુવારે ઉંડા દબાણમાં બદલવાની સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ કે ચક્રવાત પૂર્વી તટના સમાંતર ચાલશે અને મંગળવારે સાંજથી વરસાદ થવાનુ કારણ બનશે. આગલા 5 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદની સંભાવના છે. 10 અને 12 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ અને 09-12 મે દરમિયાન આસામ-મેઘાલય અન મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. વળી, 08-12 દરમિયાન રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં હીટ વેવની સ્થિતિ થવાની પણ સંભાવનાન છે.

આઈએમડીએ હવામાનને લઈને પોતાના પૂર્વાનુમાનમાં ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 9 મે ના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 9થી 12 મે અને દક્ષિણ હરિયાણા, દિલ્લી અને દક્ષિણ પંજાબમાં 10થી 12 મેના રોજ ગાજવીજ સાથે વરસાદના અણસાર છે. 10 મેના રોજ સાંજથી તટિય ઓરિસ્સા અને ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશની આસપાસના ક્ષેત્રોમાં અમુક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 11 મેના રોજ તટીય ઓરિસ્સા, ઉત્તરી આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના તટીય ક્ષેત્રોમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે.

English summary
'Asani' to turn into severe cyclonic storm today, forecast of rain for next 4 days, alert in 3 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X