For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજીવનકેદની સજા સાંભળતા જ આસારામે ખેંચ્યા માથાના વાળ, માથુ પકડીને રોયો

સગીરા પર બળાત્કાર મામલે આસારામ સામે જોધપુર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આસારામને દોષિત ઠેરવીને અદાલતે તેને આજીવનકેદની સજા કરી છે.

|
Google Oneindia Gujarati News

સગીરા પર બળાત્કાર મામલે આસારામ સામે જોધપુર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આસારામને દોષિત ઠેરવીને અદાલતે તેને આજીવનકેદની સજા કરી છે. અદાલતે ચૂકાદો આપતા જ આસારામ રડવા લાગ્યો. અદાલતે જેવી તેને આજીવનકેદની સજા સંભળાવી કે તરત જ તે ઘૂંટણિયે પડી ગયો અને રડવા લાગ્યો અને માથાના વાળ ખેંચવા લાગ્યો. નિર્ણય સાંભળવા દરમિયાન આસારામ ઘણા સમય સુધી મોઢુ નીચુ રાખીને બેસી રહ્યો, તેની આંખોમાં આંસૂ હતા અને તે રડી રહ્યો હતો. આસારામને રડતા જોઈને તેના સમર્થકો પણ રડવા લાગ્યા.

સજા સાંભળીને કોર્ટમાં રડવા લાગ્યો આસારામ

સજા સાંભળીને કોર્ટમાં રડવા લાગ્યો આસારામ

જોધપુર કોર્ટમાં સગીરા પર બળાત્કાર મામલે આસારામને આજીવનકેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામ ઉપરાંત દોષી જાહેર કરેલ શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આસારામને જીવતો રહે ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે. ચૂકાદો આવતા જ આસારામ ઘૂંટણિયે બેસી ગયો. આ દરમિયાન તેણે પોતાના માથાના વાળ પણ ખેંચ્યા. આ પહેલા કોર્ટ રુમમાં તેણે લગભગ 6 ગ્લાસ પાણી પીધુ. સજા સંભળાવ્યા બાદ તરત જ આસારામને બેરેકમાં લઈ જવામાં આવ્યો.

આજીવનકેદની સજા સાંભળ્યા બાદ તૂટી ગયો આસારામ

આજીવનકેદની સજા સાંભળ્યા બાદ તૂટી ગયો આસારામ

કોર્ટમાં ચૂકાદા દરમિયાન જ સમાચાર મળ્યા હતા કે તેની તબિયત લથડવા લાગી હતી. પરિસ્થિતિ જોતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જો કે તેને હોસ્પિટલ લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી. હાલમાં સજાના ચૂકાદાથી આસારામ તૂટી ગયો છે. આજીવનકેદની સજાનો અર્થ છે કે તેણે હવે જીવનભર જેલમાં જ રહેવું પડશે. આસારામના વકીલે કહ્યું છે કે તે હાઈકોર્ટમાં અપીલ કરશે.

સગીરા પર બળાત્કાર કેસમાં સજા

સગીરા પર બળાત્કાર કેસમાં સજા

તમને જણાવી દઈએ કે આ મામલે પ્રકાશ અને શિવાને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા છે. આસારામે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં રહેતી સગીરા પર જોધપુર સ્થિત પોતાના મનઈ આશ્રમમાં વર્ષ 2013 માં બળાત્કાર કર્યો હતો. આ મામલે ચૂકાદો આપવા માટે જોધપુર સેન્ટ્રલ જેલમાં જ વિશેષ કોર્ટ રુમ તૈયાર કરવામાં આવ્યો હતો.

English summary
asaram bows down on knee after hearing life imprisonment cries in court room
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X