For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામઃ બાબાની વિરુદ્ધ જુબાની આપવા બદલ 3 સાક્ષીઓના મોત, જુઓ હુમલાની યાદી

જોધપુર હાઈકોર્ટે બુધવારે બળાત્કારી બાબા આસારામની આશાઓ પર પાણી ફેરવીને તેમને દોષી માન્યા છે.

|
Google Oneindia Gujarati News

જોધપુર હાઈકોર્ટે બુધવારે બળાત્કારી બાબા આસારામની આશાઓ પર પાણી ફેરવીને તેમને દોષી માન્યા છે. રાજસ્થાન પોલીસે બળાત્કારના આરોપમાં આસારામની પહેલી વાર સપ્ટેમ્બર 2013 માં ધરપકડ કરી હતી. આ આરોપ બાદ ગુજરાતના સુરતની રહેવાસી બે બહેનોએ પણ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર અમદાવાદ આશ્રમ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આસારામની ધરપકડ બાદ અત્યાર સુધઈમાં ત્રણ સાક્ષીઓની હત્યા થઈ ચૂકી છે. વળી, આ બાબાના વિરોધમાં બોલનારાઓ પર સતત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.

asaram

સપ્ટેમ્બર 2013- જોધપુર સ્પેશિયલ કોર્ટના જજ મનોજ કુમાર વ્યાસને આસારામના ભક્તોએ પોતાના બાબાને જામીન આપવા માટે ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું કે જે ઓફિસરો આસારામનો કેસ સંભાળી રહ્યા હતા તેમને પણ ધમકાવવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2013- સુરતની જે મહિલાએ આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તેના પતિ પર ચાકૂઓથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો.

માર્ચ 2014- સુરતમાં આસારામના બે ભક્તો બાઈક પર સવાર થઈને આવ્યા હતા અને બાબાના પૂર્વ અનુયાયી દિનેશ ભાવચંદાની પર એસિડ ફેંકી દીધો હતો.

મે 2014- આસારામની વિરોધમાં જુબાની આપનાર તેમના જ આયુર્વેદ ડૉક્ટર અમૃત પ્રજાપતિને ગુજરાતમાં તેમના ક્લિનિકની બહાર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

જાન્યુઆરી 2015- ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર શહેરમાં આસારામના એક કુક અને સહયોગી અખિલ ગુપ્તાને ગોળી મારી દીધી હતી. સુરતની બે બહેનોના કથિત બળાત્કારમાં ગુપ્તાએ આસારામના વિરોધમાં જૂબાની આપી હતી.

મે 2015- પાણીપતમાં આસારામના પૂર્વ સહયોગી મહેન્દ્ર ચાવલાને બે લોકોએ ગોળી મારીને ઘાયલ કરી દીધા. જે પોલીસ કોન્સ્ટેબલના રુપમાં આસારામની સાથે રહેતા હતા. આસારામ અને નારાયણ સાંઈની વિરોધમાં બળાત્કાર મામલે ચાવલા છઠ્ઠા સાક્ષી હતા.

જૂલાઈ 2015- જોધપુર બળાત્કાર મામલે સાક્ષી કૃપાલસિંહને ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગોળી મારી દીધી. જેના એક દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયુ. સિંહે પોતાના મૃત્યુ પહેલા એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે આસારામના ત્રણ અનુયાયીએ જોધપુર અદાલતમાં તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને પૈસા આપ્યા હતા.

English summary
asaram verdict 3 witnesses killed several attacked threatened for speaking against rapist baba
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X