આશા ભોંસલેની પુત્રી વર્ષાએ કરી આત્મહત્યા

આશા ભોંસલેની 50 વર્ષની પુત્રી વર્ષા ભોંસલેએ મુંબઇના પેડર રોડ ખાતે આવેલા પોતાના ઘર 'પ્રભુ કુંજ' ખાતે પોતાની જાતને ગોળી મારી જીવનનો અંત આણ્યો હતો. આ દરમિયાન પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ આરંભી છે. હાલમાં આશા ભોંસલે એક કોન્સર્ટ કરવા માટે સિંગપોર ગયાં છે.
આ અગાઉ પણ 9 સપ્ટેમ્બર, 2008ના રોજ વર્ષા ભોંસલેએ ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમને મુંબઇની જસલોક હોસ્પિટલમાં ખસેડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
પતિ હેમંત કેનરે સાથે છૂટાછેડા લેનારા વર્ષા ફ્રીલાન્સ જર્નાલિસ્ટ હતા. તેમણે કટાર લેખક તરીકે અનેક અગ્રણી સમાચાર પત્રોમાં કામ કર્યું હતું. આ સાથે વર્ષાએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતાં અને પોતાની માતા આશા ભોંસલે સાથે કોન્સર્ટમાં પરફોર્મ પણ કરતાં હતાં.












Click it and Unblock the Notifications
