For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નામાંકન પહેલા ગેહલોત આપી શકે છે રાજીનામું, આજે સાંજે ધારાસભ્યોની બેઠક યોજાશે

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક 26 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. આ બેઠકમાં રાજસ્થાનના AICC પ્રભારી અજય માકન અને AICCના વરિષ્ઠ નેતા હાજર રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક 26 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. આ બેઠકમાં રાજસ્થાનના AICC પ્રભારી અજય માકન અને AICCના વરિષ્ઠ નેતા હાજર રહેશે. અજય માકને આજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એક સપ્તાહની અંદર કોંગ્રેસ વિધાનમંડળની આ બીજી બેઠક છે. અગાઉ આ બેઠક 20 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી.

સાંજે 4.30 કલાકે જયપુર પરત ફરશે

સાંજે 4.30 કલાકે જયપુર પરત ફરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારના રોજ તેમના જયપુર સ્થિત નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવીછે. આ બેઠક સાંજે 7 વાગ્યે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન હાજર રહેશે.

જોકે, આ બેઠકશેના સંદર્ભમાં થઈ રહી છે, તે હજૂ સ્પષ્ટ થયું નથી. ગેહલોત રવિવારની સવારે જયપુરથી જેસલમેર જશે. ત્યાં તેમને તનોટ મંદિરનીમુલાકાત લેશે. જે બાદ સાંજે 4.30 કલાકે જયપુર પરત ફરશે.

નિર્ણય લઈ શકે છે સોનિયા ગાંધી

નિર્ણય લઈ શકે છે સોનિયા ગાંધી

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે, જેમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીરાજસ્થાનમાં ચહેરો બદલવા અંગે નિર્ણય લઈ શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવતાપહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

મલ્લિકાર્જુન ખડગે અપાઇ સુપરવાઈઝરની જવાબદારી

મલ્લિકાર્જુન ખડગે અપાઇ સુપરવાઈઝરની જવાબદારી

જે બાદ સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (SICC)ના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલેજણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક માટે મહાસચિવ અજય માકન સાથે મલ્લિકાર્જુનખડગેને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

તેમની પાસે હતા સકારાત્મક સંકેતો

તેમની પાસે હતા સકારાત્મક સંકેતો

મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે રાજ્યમાં સત્તા પરિવર્તનની અટકળો ચાલી રહી છે.

કોંગ્રેસના નેતા સચિન પાયલોટ શુક્રવારના રોજ રાજસ્થાનના સ્પીકર સીપી જોશીને મળ્યા હતા, જેનાથી ચર્ચા વધુ વધી હતી.

સચિનપાયલટે શુક્રવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમને સકારાત્મક સંકેતો મળ્યા છે.

સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાનો કોઈ વિરોધ નહીં

સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાનો કોઈ વિરોધ નહીં

પાયલટની સાથે મુખ્યમંત્રી પદની રેસમાં જે નામ સૌથી આગળ છે, તે છે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સી. પી. જોશીનું. દિલ્હીમાં હાઈકમાન્ડનેમળ્યા બાદ સચિન પાયલટ રાજધાની દિલ્હી પરત ફર્યા ત્યારે તેઓ સૌથી પહેલા ડૉ.સી. પી. જોશીને મળવા ગયા હતા. બંને વચ્ચે લગભગદોઢ કલાક સુધી મુલાકાત ચાલી હતી.

આ દરમિયાન રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે, જો અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષબને અને મુખ્યમંત્રી પદ છોડે તો તેઓ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાનો વિરોધ નહીં કરે.

English summary
Ashok Gehlot Gehlot may resign before filing nomination in Congress party president election, MLAs meeting will held this evening
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X