For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં 5 વર્ષ સુધી વીજળીની કિંમત નહીં વધે

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર ખેડૂતો પર મહેરબાન થઇ રહી છે. વિધાનસભા ચૂંટણી 2018 જીત્યા પછી તરત ખેડૂતોના દેવા માફ કર્યા

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર ખેડૂતો પર મહેરબાન થઇ રહી છે. વિધાનસભા ચૂંટણી 2018 જીત્યા પછી તરત ખેડૂતોના દેવા માફ કર્યા પછી હવે વીજળીના ભાવ, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ કનેક્શન અંગે રાહત આપવાની ઘોષણા પણ કરી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘોષણા કરી છે કે આવનારા 5 વર્ષો સુધી વીજળીની કિંમતમાં વધારો નહીં કરવામાં આવે. આપને જણાવી દઈએ કે બુધવારે જયપુરના વિદ્યાનગર સ્ટેડિયમમાં કિસાન રેલી થઇ જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનઃ કોંગ્રેસે એવા નેતાઓની યાદી માગી જેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જ નુકસાન પહોંચાડ્યું હોય

કિસાન રેલીને સંબોધિત

કિસાન રેલીને સંબોધિત

જયપુર કિસાન રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પણ દેવા માફી કરવા માટે આવશ્યકતા બતાવી. જયારે બીજી બાજુ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ રેલીમાં પ્રદેશભરથી આવેલા ખેડૂતોને સંબોધિત કરતા પોતાની જૂની સરકારનું વચન યાદ અપાવ્યું.

વીજળીની કિંમત નહીં વધે

વીજળીની કિંમત નહીં વધે

અશોક ગેહલોતે કહ્યું કે જયારે વર્ષ 2008 દરમિયાન અમારી સરકાર બની હતી ત્યારે કોંગ્રેસે સોનિયા ગાંધીની હાજરીમાં આ પ્રકારની સભા કરી હતી અને વચન આપ્યું હતું કે રાજસ્થાન સરકાર આવનારા 5 વર્ષમાં ખેડૂતો માટે વીજળીની કિંમત નહીં વધારે. આજે વર્ષ 2019 દરમિયાન હું ફરી ઘોષણા કરું છું કે આજથી 5 વર્ષ સુધી ખેતી માટે વીજળીની કિંમત નહીં વધે.

ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે જમીન કન્વર્ઝન સમાપ્ત

ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે જમીન કન્વર્ઝન સમાપ્ત

સીએમ અશોક ગેહલોતે ઘોષણા કરી છે કે ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવવા માટે પહેલા જે જમીન કન્વર્ઝનની જરીરિયાત રહેતી હતી હવે તે નહિ રહે. પ્રદેશમાં 10 હેક્ટર સુધીની જમીન ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવવા પર જમીન કન્વર્ઝન થી મુક્ત રાખવામાં આવશે. તેની સાથે આખા પ્રદેશમાં 1 લાખ કૃષિ કનેક્શન આપવામાં આવશે.

English summary
Ashok Gehlot Govt will not increase Electricity bill For Next 5 Year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X