ફોન વ્યસ્ત આવતાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, મૃતદેહ ગટરમાં ફેંક્યો

ફોન વ્યસ્ત આવતાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, મૃતદેહ ગટરમાં ફેંક્યો

નવી દિલ્હીઃ દિલ્હીની પ્રેમ નગર કૉલોનીમાં એક શખ્સે પત્નીની માત્ર એટલા માટે ઢીમ ઢાળી મૂક્યું કેમ કે તેની પત્નીનો ફોન હંમેશા વ્યસ્ત આવતો હતો. પોલીસના વરિષ્ઠ અધિકારી મુજબ આરોપીએ પત્નીની હત્યા કરી ગટરમાં તેનો મૃતદેહ ફેંકી દીધો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસે મૃતક મહિલાની ઓળખ સીમા તરીકે કરી છે. પરિજનોનો પતિ પર આરોપ લગાવ્યો કે દહેજ માટે તેણે યુવતીની હત્યા કરી છે. જ્યારે એક અધિકારીએ જણાવ્યું કે જે ચાકૂથી હત્યા કરવામાં આવી છે તે હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યું છે.

પત્નીનો ફોન હંમેશા વ્યસ્ત રહેતો

પત્નીનો ફોન હંમેશા વ્યસ્ત રહેતો

સાથે જ મહિલાના મૃતદેહનું પણ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિજનોને સોંપી દેવામાં આવ્યો છે. અધિકારીઓ મુજબ આરોપીએ ખુદ પોતાની સાસુને પોન કરી ઘટનાની જાણકારી આપી તો તેમને લાગ્યું કે જમાઈ મજાક કરી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી કેટલીય વસ્તુઓને લઈ વિવાદ ચાલતો આવતો હતો. આરોપી યુવક એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

નિર્દય પતિએ પત્નીની હત્યા કરી

નિર્દય પતિએ પત્નીની હત્યા કરી

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રેમ નગર વિસ્તારમાં એક શખ્સે પોતાની પત્નીની પથ્થર મારી હત્યા કર્યા બાદ તેના મૃતદેહના કેટલાય ટૂકડા કર્યા અને ઘરની સેપ્ટિક ટેંકમાં ફેંકી દીધા હતા. જે બાદ શખ્સ ખુદ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીને પોતાની પત્નીના ચરિત્ર પર શક હતો. આ કેસમાં આરોપી આશુની પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે તેને પોતાની પત્નીના ચરિત્ર પર શક હો માટે તેણે પોતાની પત્ની સીમાની હત્યા કરી મૂકી હતી.

મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંક્યો

મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંક્યો

સીમાનો મૃતદેહ મેળવવા માટે પોલીસ આરોપીને તેના ઘરે લઈ આવી હતી. પોલીસ મુજબ ઘરના સેપ્ટિક ટેંકનો બહારનો ભાગ નાનો હતો અને મૃતદેહના કેટલાય નાના-નાના ટૂકડા કર્યા હતા માટે મૃતદેહ મેળવવામાં વધુ સમય લાગી જશે. જે ઘરમાં હત્યા થઈ તે આશુનું ખુદનું ઘર છે, જ્યારે તે પોતાના ત્રણ બાળકો સાથે બીજા ઘરમાં ભાડે રહે છે. તે પોતાની પત્નીને કોઈ બહાને આ ઘરમાં લાવ્યો હતો. તેના લગ્ન 9 વર્ષ પહેલા થયાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X