For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોટી માહિતી આપવાના મામલે ફસાયા રાહુલ, થશે તપાસ

By Super
|
Google Oneindia Gujarati News

rahul-gandhi
નવીદિલ્હી, 17 નવેમ્બરઃ ચૂંટણી પંચે અમેઠી લોકસભાના ચૂંટણી અધિકારીને જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીના એ આરોપોની તપાસ કરવા કહ્યું છે જે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ 2009ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર જમા કરાવતી વખતે પોતાની સંપત્તિ અંગે ખોટી માહિતી આપી હતી.

મુખ્ય ચૂંટણી અધિકારીએ 15 નવેમ્બરે પાઠવેલા પત્રમાં આયોગે કહ્યું છેકે સ્વામીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિના સંબંધમાં ખોટી સૂચના આપી હતી. આયોગે જૂન 2004ના એક પત્રનો હવાલો આપીને કહ્યું છે કે ચૂંટણી અધિકારી આવી ફરિયાદોની તપાસ કરવા માટે સક્ષમ અધિકારી છે.

આયોગે પોતાના પત્રમાં કહ્યું છે કે ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી સમક્ષ દાખલ કરવામાં આવે છે. સીઆરપીસીની ધારા 195ના પ્રાવધાનો હેઠળ સંબંધિત ચૂંટણી અધિકારી ઉમેદવારીપત્રમાં કોઇપણ ખોટી માહિતીની ફરિયાદ પર વિચાર કરી શકે છે. પ્રધાન સચિવ આર કે શ્રીવાસ્તવ દ્વારા લખવામાં આવેલા પત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે જો ચૂંટણી અધિકારી એ વાતથી સંતુષ્ટ છે કે ઉમેદવારીપત્રમાં ખોટી માહિતી હોય તો ઉપયુક્ત કાર્યવાહી કરી શકે છે.

પંચના મુખ્ય ચૂંટણી અધિકારીને સ્વામીની ફરિયાદ ઉપયુક્ત કાર્યવાહી માટે અમેઠીના ચૂંટણી અધિકારી ને મોકલવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી આયોગે કહ્યું છે કે આ મામલે ઉઠાવવા આવેલા પગલાંની જાણકારી પણ પંચને કરવામા આવશે.

English summary
The Election Commission has asked the Returning Officer of Amethi Lok Sabha constituency to probe allegations by Subramanian Swamy that Rahul Gandhi gave "wrong information" regarding his assets while filing nomination papers in the 2009 polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X