અસાદુદ્દીન ઓવૈસીના મહારાષ્ટ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા દરમિયાન શિવસેનાના નેતા દિવાકર રાઉતે જણાવ્યું કે ધૂલેમાં કોમી રમખાણો માટે એમઆઇએમના નેતાઓ જવાબદાર છે. તેના જવાબમાં પાટિલે જણાવ્યું કે બંને સમુદાયો વચ્ચે અશાંતિ ઉભી કરનારી કોઇ પણ વ્યક્તિ સામે કાયદાની રીતે એક સમાન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાટિલે એમ પણ જણાવ્યું કે રાજ્યની પોલીસે ઓવૈસીને ઔરંગાબાદની મુલાકાત લેતા અટકાવ્યો છે. અહીં તેઓ એક જાહેરસભા સંબોધવાના હતા. આ મુદ્દાના નિકાલ માટે ઓવૈસીએ કોર્ટની મદદ લીધી છે. ત્યારે કોર્ટે પણ પોલીસના નિર્ણય પર પોતાનો ચૂકાદો અટકાવી રાખ્યો છે. રાજ્યમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવા બદલ પોલીસે તોગડિયા વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.
ઓવૈસીની વિરુદ્દધ કાર્યવાહીનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ઓવૈસીએ એક પણ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું નથી. આ કારણે રાજ્યમાં તેની સામે એક પણ કેસ નોંધાયો નથી.












Click it and Unblock the Notifications
