આસામ-અરુણાચલ સીમા વિવાદનું સુખદ સમાધાન, બંને પક્ષોએ અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા
છેલ્લા કેટલાક સમયથી આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે સરહદને લઈને સતત વિવાદ ચાલી રહ્યો હતો. બન્ને રાજ્યો વચ્ચે આ વિવાદમાં હિંસક અથડામણની પણ ખબરો આવી હતી. હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે અને બન્ને પક્ષોએ કરાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અમિત શાહની હાજરીમાં અંત આવ્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રીની હાજરીમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ સમજૂતી મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સુખદ સમાધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના ઉકેલ માટે કરાર પર હસ્તાક્ષર એ એક મોટી ઉપલબ્ધિ છે. આજે આપણે વિકસિત, શાંતિપૂર્ણ અને સંઘર્ષ-મુક્ત ઉત્તરપૂર્વની સ્થાપનાના માઈલ સ્ટોનને પાર કર્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ 15 જુલાઈ 2022 ના રોજ નમસાઈ ઘોષણા પર હસ્તાક્ષર કરીને સરહદ વિવાદનો ઉકેલ લાવવાની હાંકલ કરી હતી. ત્યારથી બંને રાજ્યો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બંને રાજ્યોએ 123 ગામોના આ વિવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
શરૂઆતમાં કોઈ વિવાદ ન હોવા છતાં વર્ષોથી એક રાજ્યના રહેવાસીઓ દ્વારા બીજા રાજ્યની જમીન પર અતિક્રમણના આરોપોને કારણે વિવાદો અને હિંસા થઈ હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 1989થી કેસ પેન્ડિંગ છે.












Click it and Unblock the Notifications
