For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam Child Marriage: આસામ બાળ લગ્ન સામે કાર્યવાહી યથાવત અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોની ધરપકડ

આસામમાં બાળ લગ્ન વિરુદ્ધ કરવામાં આવી રહેલી મોટી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસ પાસે 8000 લોકોની યાદી છે...

|
Google Oneindia Gujarati News

Assam Child Marriage: આસામ પોલીસે રાજ્યભરમાંથી બાળ લગ્ન સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરીને આ જણાવ્યુ. તમને જણાવી દઈએ કે આસામમાં બાળ લગ્ન પર મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી. પોલીસે શુક્રવારે ગેરકાયદે ગણાતા આવા લગ્નો કરાવનાર હિંદુ અને મુસલમાન પૂજારીઓ સહિત લગભગ 2 હજારથી વધુ લોકોને પકડવામાં આવ્યા છે.

hemanta biswa sharma

આસામ પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસે આ મામલે 8000 આરોપીઓની યાદી છે. રાજ્યમાં હજુ પણ આ અભિયાન ચાલુ રહેશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ સરકારના આ પગલાંનો ત્યાંના વિવિધ જિલ્લાઓની મહિલાઓ ખૂબ વિરોધ કરી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ જણાવ્યુ કે સમગ્ર રાજ્યમાં શુક્રવાર સવારથી આ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે અને તે આગલા ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે રાજ્ય મંત્રીમંડળે 23 જાન્યુઆરીએ આ નિર્ણય કર્યો હતો કે બાળ લગ્નના દોષિતોની ધરપકડ કરવામાં આવશે અને સાથે જ વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે તેમણે પોલીસને 'મહિલાઓ પર અક્ષમ્ય અને જધન્ય ગુના સામે ઝીરો ટૉલરન્સ'ની ભાવના સાથે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઘોષણના એક પખવાડિયાથી પણ ઓછા સમયમાં પોલીસે બાળ લગ્નના 4004 કેસ નોંધ્યા છે. આસામની કેબિનેટે નિર્ણય કર્યો છે કે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓના લગ્ન કરાવનાર પર યૌન ગુનાઓથી બાળકોના સંરક્ષણ(પૉક્સો) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવશે. 14018 વર્ષની વયની છોકરીઓના લગ્ન કરાવનાર પર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે. તેમની ધરપકડ કરવામાં આવશે અને તે લગ્નને ગેરકાયદે ગણવામાં આવશે. જો વરરાજા પણ 14 વર્ષથી નાનો હોય તો તેને સુધાર ગૃહમાં મોકલવામાં આવશે.

પોલીસ મહાનિર્દેશક જી પી સિંહે કહ્યુ, 'અમારી પાસે 8,000 નામના આરોપીઓની યાદી છે અને અત્યાર સુધી અમે માત્ર 2,044 લોકોની ધરપકડ કરી છે. બાળ લગ્ન સામેની ઝુંબેશ આગામી 3થી 4 દિવસ સુધી ચાલુ રહેશે અને તમામ ડેટા મેળવ્યા બાદ યોગ્ય જિલ્લાવાર વિશ્લેષણ કરી શકાશે.' શુક્રવાર સાંજ સુધીમાં વિશ્વનાથ જિલ્લામાં સૌથી વધુ 137 ધરપકડ કરવામાં આવી છે. ધુબરી દ્વારા 126 પર, બક્સામાં 120, બારપેટામાં 114 અને કોકરાઝારમાં 96 ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓ તેમના પતિ અને પુત્રોની ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી. પીટીઆઈના જણાવ્યા મુજબ માજુલી જિલ્લાના 55 વર્ષીય નિરોદા ડોલેએ કહ્યુ, 'કેમ માત્ર પુરુષોની ધરપકડ કરવામાં આવે છે? અમે અને અમારા બાળકો કેવી રીતે જીવીશુ? અમારી પાસે આવકના કોઈ સાધનો નથી.'

વાસ્તવમાં, રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણના અહેવાલ મુજબઆસામમાં માતૃત્વ અને શિશુ મૃત્યુદરનો ઊંચો દર છે, આ માટે બાળ લગ્નને સૌથી મહત્વપૂર્ણ કારણ ગણવામાં આવે છે કારણ કે રાજ્યમાં નોંધાયેલા લગ્નોમાંથી સરેરાશ 31 ટકા લગ્નો આસામમાં લગ્ન માટે પ્રતિબંધિત ઉંમરમાં નોંધાયેલા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 28 જાન્યુઆરીના રોજ કહ્યુ હતુ કે, 'આગામી 5-6 મહિનામાં હજારો પતિઓની ધરપકડ કરવામાં આવશે કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્સ કરવુ એ ગુનો છે, પછી ભલે તે કાયદેસર રીતે પરિણીત પતિ હોય. ઘણી (છોકરીઓ સાથે લગ્ન કરનાર પુરુષ)ને આજીવન જેલ થઈ શકે છે.

English summary
Assam Child Marriage: More than 2 thousands arrested so far in state wide campaign to curb child marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X