Assam flood : આસામમાં પૂર પ્રકોપ, લાખો લોકો પ્રભાવિત, કરોડોનું નુકસાન
Assam flood : આસામમાં દર વર્ષે પૂર આવે છે, અને લાખો લોકોને અસર કરે છે. સરકાર દર વર્ષે પૂરથી બચવા માટે ભારે જહેમત ઉઠાવતી હોવાના દાવાઓ કરતી રહે છે, પણ થોડા વરસાદ બાદ જ તેમની પોલ ખુલી જાય છે. આ વર્ષે પૂરના કારણે લાખો લોકો બેઘર બની જાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.
પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થયા છે. જોકે, બુધવારના રોજ રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે.

માહિતી અનુસાર, બુધવારના રોજ રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, પરંતુ વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને છ જિલ્લાઓમાં લગભગ 83,000 લોકો હજુ પણ આ કુદરતી આફતથી પ્રભાવિત છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, ગોલપારા જિલ્લાના રોંગજુલીમાં પૂરને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ વર્ષે પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.
ઓથોરિટી અનુસાર, બરપેટા, કામરૂપ, લખીમપુર, નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં પૂરથી 82,900 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બરપેટા પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 60,700 લોકો પ્રભાવિત થયા છે.
ઓથોરિટીના જણાવ્યા અનુસાર લખીમપુરમાં 18,600થી વધુ લોકો અને સોનિતપુરમાં લગભગ 1,400 લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. મંગળવાર સુધીમાં રાજ્યના સાત જિલ્લાઓમાં લગભગ એક લાખ 20 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
ઓથોરિટીએ એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને આ નદીઓ હવે ક્યાંય પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી. વહીવટીતંત્ર કામરૂપ જિલ્લામાં રાહત શિબિર ચલાવી રહ્યું છે, જ્યાં ચાર લોકોએ આશ્રય લીધો છે.
વહીવટીતંત્ર છ જિલ્લામાં 105 રાહત વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પૂરને કારણે 395 ગામો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 1859.91 હેક્ટર વિસ્તારમાં પાક નાશ પામ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
