Assam Gangrape : આસામ પોલીસ કસ્ટડીમાં ગેંગરેપના આરોપીનું તળાવમાં ડુબી જતા મોત
યુપીમાં શરૂ થયેલો પોલીસ કસ્ટડીમાં આરોપીઓની હત્યાઓનો સિલસિલો હવે આસામ પહોંચ્યો છે. અહીં ગેંગરેપના આરોપીનું આસામ પોલીસની કસ્ટડીમાં ડુબી જતા મોત થયુ છે.
સમાચારો અનુસાર, આસામ ગેંગરેપના મુખ્ય આરોપીનું તળાવમાં કૂદી જતા ડુબી જતા મોત થયું છે. આજે વહે સવારે ચાર વાગ્યાના અરસામાં પોલીસ આરોપીને લઈને સ્થળ પર તપાસ માટે જઈ રહી હતી.

આ દરમિયાન આરોપી ભાગવાના પ્રયાસમાં તળાવમાં કૂદ્યો હતો. આ દરમિયાન આરોપીનું ડૂબી જવાથી મોત થયું હતું. ગેંગરેપના મુખ્ય આરોપી તફાઝુલ ઈસ્લામની 23 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.
આજે સવારે પોલીસ તેને એ જગ્યાએ લઈ જઈ રહી હતી જ્યાં 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ દરમિયાન આરોપી બચવાના પ્રયાસમાં તળાવમાં કૂદી ગયો. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે કલાક બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો.
જણાવી દઈએ કે, ગેંગ રેપની ઘટના ગુરુવારે નગાંવ જિલ્લામાં બની હતી, જ્યાં એક 14 વર્ષની માસૂમ ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે ત્રણ બાઇક સવારોએ યૌન શોષણ કર્યું હતું. આ લોકો યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર મૂકીને ભાગી ગયા હતા.
બાળકીને જોયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કેસની તપાસ શરૂ થઈ. પોલીસ બાકીના બે આરોપીઓને શોધી રહી છે. હાલ પીડિતા સારવાર હેઠળ છે. મનોચિકિત્સકોની એક ટીમને પણ એલર્ટ કરવામાં આવી છે જે યુવતીને આ આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
