અસમ સરકારે શિક્ષકોને આપ્યો આદેશ, વૉટ્સએપ પર બાળકોને ભણાવો

બાળકોના અભ્યાસને કોઈ નુકશાન ન થાય એના માટે અસમ સરકારે શિક્ષકોને વૉટ્સએપ પણ ભણાવવાનો આદેશ આપ્યો છે.

ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે બધી શિક્ષણ સંસ્થાઓને બંધ કરી દીધી છે. આ દરમિયાન બાળકોના અભ્યાસને કોઈ નુકશાન ન થાય એના માટે અસમ સરકારે શિક્ષકોને આદેશ આપ્યો છે. તેમને કહેવામાં આવ્યુ છે કે તે વૉટ્સએપ દ્વારા બાળકોને ભણાવે. સરકારના આદેશ અનુસાર ઈન્સ્ટીટ્યુટના હેટ અને શિક્ષકોએ વૉટ્સએપ પર એક ગ્રુપ બનાવવાનુ. જેમાં બાળકોના માતાપિતા શામેલ થશે. ગ્રુપને કક્ષા અનુસાર બનાવી શકાય છે.

phone

આ ઉપરાંત ગૂગલ ક્લાસરૂમ જેવી ટેકનિકની મદદ પણ લઈ શકાય છે. અસમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો વચ્ચે શીખવાના સમયને પૂરો કરવા અને સ્કૂલ છોડવાની સંભાવનાને ઘટાડવા માટે આ પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોરોના વાયરસના બચાવ માટે બધી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને 29 માર્ચ સુધી બંધ કરી દીધી છે. જો કોઈ બાળકના માતપિતા પાસે ફોન ન હોય તો તે પોતાના વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિની મદદ લઈ શકે છે.

રાજ્ય સરકારે શિક્ષકોને હોમવર્ક સહિત અન્ય શિક્ષણ સામગ્રી પૂરી પાડવા કહ્યુ છે. બાળકોને ઘરેથી હોમવર્ક કરવાનુ રહેશે અને શિક્ષક તેની ફોનથી જ તપાસ કરશે. શિક્ષક ભણાવતી વખતે કોઈ વિષય પર વીડિયો પણ શેર કરી શકે છે. તે ઉપરાંત જો કોઈ બાળકને ફોનથી ભણવામાં મુશ્કેલી થતી હોય તો શિક્ષકે તેની મદદ માટે તેના ઘરે જઈને ચેક કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ સાથે જ શિક્ષકોને એ પણ કહેવામાં આવ્યુ છે કે તે બાળકો અને તેમના માતાપિતાને કોરોના વાયરસ વિશે જાગૃત કરે.

અસમ સરકારે પહેલે જ બધી શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, જિમ, દારૂના બાર, સલુન, નાઈટ ક્લબ, બધા રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય અને અન્ય સાર્વજનિક સ્થળોએ લોકોને એકત્રિત થવા અને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના એરપોર્ટ, રેલવે સ્ટેશનો, બસ સ્ટૉપ, ભૂટાનસાથે સીમાવર્તી વિસ્તારોથી આવતા મુસાફરોની થર્મલ સ્ક્રીનિંગના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે અસમમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X