For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam Meghalaya Border Dispute : આસામ-મેઘાલય બોર્ડર પર થયેલા ગોળીબારમાં 6ના મોત, 7 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ

Assam Meghalaya Border Dispute : આસામ અને મેઘાલય વચ્ચે સીમા વિવાદ વચ્ચે મંગળવારના રોજ બે જૂથ વચ્ચે ફાયરિંગ થઇ હતી. બોર્ડર પર થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

Assam Meghalaya Border Dispute : આસામ અને મેઘાલય વચ્ચે સીમા વિવાદ વચ્ચે મંગળવારના રોજ બે જૂથ વચ્ચે ફાયરિંગ થઇ હતી. બોર્ડર પર થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે. આ ફાયરિંગ મેઘાલયના વેસ્ટ જયંતિયા હિલ્સના મુક્રોહ ગામમાં થઇ હતી.

આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેમણે પુરતો સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ આ મામલે મોટો નિર્ણય લેતા મેઘાલય મુખ્યમંત્રી સંગમાએ ઘણા શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

મેઘાલય સરકારે મુકોહ ફાયરિંગની ઘટનાને પગલે 22 નવેમ્બરથી 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 48 કલાક માટે સ્થગિત કરી દીધી છે. મેઘાલયના કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ જૈનતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, ઈસ્ટ ખાસી હિલ્સ, રી-ભોઈ, ઈસ્ટર્ન વેસ્ટ ખાસી હિલ્સ, વેસ્ટ ખાસી હિલ્સ અને સાઉથ વેસ્ટ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે.

મેઘાલયના એક અને આસામના પાંચના લોકોના મોત

મેઘાલયના એક અને આસામના પાંચના લોકોના મોત

મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું કે, ગોળીબારમાં મેઘાલયના 5 ફોરેસ્ટ ગાર્ડ અને આસામના 1 ફોરેસ્ટ ગાર્ડ સહિત કુલ છ લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મેઘાલય પોલીસે મામલાની તપાસ કર્યા, બાદ એફઆઈઆર નોંધી છે. મૃત્યુઆંક વધીને હવે 6 થયો છે. આ સાથે ઘણા લોકો ઘાયલ થયા છે.

સવારે 3 વાગ્યાની ઘટના

સવારે 3 વાગ્યાની ઘટના

સ્થાનિક ધારાસભ્ય નુજોર્કી સુંગોહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ખાસી સ્ટુડન્ટ્સ યુનિયન (KSU)ના મુકરોહ યુનિટે જણાવ્યું કે,આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. વિદ્યાર્થીના મૃતદેહ અનુસાર ફાયરિંગની ઘટના સવારે 3 કલાકની આસપાસ બની હતી.

એક વીડિયો વાયરલ

એક વીડિયો વાયરલ

ફાયરિંગની ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે જૂથો વચ્ચેમારામારી થઈ રહી છે.

એક જૂથમાં પોલીસકર્મીઓ પણ રાઈફલથી સજ્જ છે અને તે ભીડ સાથે આગળ વધી રહ્યા છે. મેઘાલયના એકસ્થાનિકને બૂમો પાડતા સાંભળી શકાય છે કે, પોલીસે તેમની રાઈફલો બહાર કાઢી છે.

English summary
Assam Meghalaya Border Dispute : 6 killed in firing on Assam-Meghalaya border, internet service stopped in 7 districts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X