For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam NCR: બંગાળી હિન્દુઓના નામ પણ રજિસ્ટરમાંથી ગાયબ, સરકારની મુશ્કેલી વધી

Assam NCR: બંગાળી હિન્દુઓના નામ પણ રજિસ્ટરમાંથી ગાયબ, સરકારની મુશ્કેલી વધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આસામના મૂળ રહેવાસીઓ ઓળખ કરતા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટે જાહેર કરવામાં આવનાર છે. જેનાથી આસામના વાસ્તવિક નાગરિકોની ઓળખ થશે. જેના પર આસામમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે તેઓ એનઆરસીને લઈ મૂંઝવણમાં છે. આસામમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ મસીક્ષાની આ પ્રક્રિયાથી સંતુષ્ટ નથી જણાઈ રહી.

Assam NCR

ઉમાકાંત ભૌમિક એવા 41 લાખ લોકોમાં સામેલ છે, જેમનું નામ એનઆરસી ડ્રાફ્ટમાં સામેલ નહોતું. 52 વર્ષના ભૌમિક ગુવાહાટીમાં હે છે. તેઓ બંગાળી હિન્દુ છે અને ભાજપના સમર્થક પણ છે. તેઓ જણાવે છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમયે તેઓ ભાજપના સમર્થક રહ્યા છે હવે ઉમાકાંત ચિંતિત છે તો સાથે જ બાજપથી નારાજ પણ છે કેમ કે તેમનો દાવો છે કે મોટી સંખ્યામાં હિન્દુ આ લિસ્ટમાં નથી.

ઉમાકાંત કહે છે કે તેઓ એકવાર નહિ બલકે સાત વખત પોતાના પરિવાર સાથે રી-વેરિફિકેશન માટે ગયા છે, તેઓ કહે છે કે હવે કોઈ ખાસ ઉમ્મીદ નથી. ઉમાકાંત ભૌમિકે કહ્યું કે 'હું ભાજપનો સમર્થક છું, અમે બંગાળીઓએ જ આસામમાં સૌથી પહેલા ભાજપનું સમર્થન કર્યું હતું. ભાજપીઓને અહીં પગ જમાવવામાં અમે મદદ કરી અને હવે સરકાર અમારી મદદ નથી કરી રહી, અમને આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.'

સૂત્રો મુજબ મોટી સંખ્યામાં હિન્દુઓ આ રજિસ્ટરમાં સામેલ ન થઈ શકતાં ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. એવું અનુમાન છે કે આસામના 18 ટકા બંગાળી હિન્દુઓનું ભાજપને સમર્થન હાંસલ છે. ભાજપે 2019ની લોકસબા ચૂંટણીમાં 14માંથી 9 સીટ પર જીત હાંસલ કરી હતી. જ્યારે 'સારા આસામ બંગાળી એક્યા મંચ'ના મહાસચિવ શાંતનુ મુખરજી કહે છે કે ડ્રાફ્ટમાં અમને જે મળ્યું, તે એ છે કે બંગાળી હિન્દુ સૌથી વધુ પ્રભાવિત થયા છે અને તેમાં મુખ્ય રૂપે સરકાર તરફથી ખામીઓ છે.

અરવિંદ કેજરીવાલનું મોટું એલાન, દિલ્હીમાં બાકી નીકળતું પાણી બિલ માફઅરવિંદ કેજરીવાલનું મોટું એલાન, દિલ્હીમાં બાકી નીકળતું પાણી બિલ માફ

English summary
Assam NCR: many bengali hindu's names are missing from national register of citizens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X