Assembly Election Result : આમ આદમી પાર્ટીથી આગળ નીકળી ભારત આદિવાસી પાર્ટી, આટલી સીટો કબ્જે કરી

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બીજેપી તો તેલંગાણામાં કોંગ્રેસે જીત મેળવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાઈ નથી, સૌથી ચૌકાવનારી બાબત એ છે કે હમણા જ આવેલી ભારત આદિવાસી પાર્ટીએ આપથી સારૂ પ્રદર્શન કર્યુ છે.

ભારત આદિવાસી પાર્ટીની રચના વિધાનસભા ચૂંટણીના માત્ર 3 મહિના પહેલા કરવામાં આવી અને તેના પ્રદર્શનથી હેડલાઇન્સ બની રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે BAP દ્વારા AAPનો પરાજય થયો છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર ચલાવી રહી છે.

Bharat Adivasi Party

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યુ નથી. જ્યારે ભારત આદિવાસી પાર્ટીએ રાજસ્થાનમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 સીટ જીતી છે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભારત આદિવાસી પાર્ટીએ માત્ર થોડી જ બેઠકો પર ચૂંટણી લડી હતી.

જણાવી દઈએ કે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ કેટલાક આદિવાસી નેતાઓએ એક નવા રાજકીય સંગઠનનો પાયો નાખ્યો. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ અને બીજેપીને પડકાર ફેંક્યો એટલું જ નહીં ચાર બેઠકો પણ જીતી.

ભારત આદિવાસી પાર્ટી ત્રણ મહિના પહેલા સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના હજારો આદિવાસી કાર્યકરો તેમાં સભ્ય છે. BAPના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનલાલ રોતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી.

મોહનલાલ રોતએ આદિવાસી સમુદાયો અને આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો માટે આરક્ષિત લગભગ 25 બેઠકો પર તેમના પક્ષના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને 4 બેઠકો જીતી.

બીજી તરફ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X