For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assembly Elections Exit Poll 2021 Results Live: વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ્સ 2021 લાઇવ પરિણામો

Assembly Elections Exit Poll 2021 Results Live: વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ્સ 2021 લાઇવ પરિણામો

|
Google Oneindia Gujarati News

દેશના ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી ઘમાસાણ વચ્ચે શનિવારે પશ્ચિમ બંગાળ અને આસામમાં પહેલા તબક્કા અંતર્ગત મતદાન થશે. કોરોનાવાયરસ મહામારીની વચ્ચે થઈ રહેલા મતદાનને લઈ ચૂંટણીપંચ પહેલેથી જ ગાઈડલાઈન જાહેર કરી ચૂક્યું છે. પહેલા તબક્કા અંતર્ગત પશ્ચિમ બંગાળમાં 30 અને આસામમાં 47 સીટ પર મતદાન થશે. પશ્ચિમ બંગાળ અને આસામમાં આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે. ચૂંટણી સમાચાર સંબંધિત લાઈવ અપડેટ મેળવો...

assembly election 2021

લેટેસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે જોઈન કરો અમારું ટેલીગ્રામ ચેનલ

Newest First Oldest First
9:16 PM, 29 Apr
પુડુચેરી

પુડુચેરીમાં આ વખતે ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. UPA-11-13, BJP - 17-19, અન્ય - 00
9:15 PM, 29 Apr
કેરળ

ટીવી9ના એક્ઝીટ પોલ મુજબ કેરળમાં લેફ્ટની સરકાર ફરીથી બનતી દેખાઈ રહી છે.
9:14 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

બંગાળ ચૂંટણીઃ પાંચમાં તબક્કા સુધી ભાજપને 96 અને ટીએમસીને 82 સીટો મળવાનુ અનુમાન- એક્ઝીટ પોલ.
9:14 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

ઈન્ડિયા ટીવી-Peoples Pulseના એક્ઝીટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને પ્રચંડ જીત મળતી દેખાઈ રહી છે.
9:13 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

ઈન્ડિયા ટીવી-Peoples Pulseનો આ પોલ છ તબક્કાના મતદાનનો છે. આઠમાં તબક્કાના એક્ઝીટ પોલ બાદ આ આંકડો વધી શકે છે.
8:52 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

ઈન્ડિયા ટીવી-પીપલ્સ પ્લસના એક્ઝીટ પોલની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જનતા સાતમાં તબક્કાના મતદાન સુધી ભાજપને 162-181 સીટો આપી રહી છે. વળી, મમતા બેનર્જીની ટીએમસીને 67-74 સીટો મળી શકે છે.
8:48 PM, 29 Apr
તમિલનાડુ

રિપલ્બિક સીએમએક્સ એક્ઝીટ પોલ મુજબ ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 160-170 સીટો મળવા જઈ રહી છે. 234 સીટોવાળી વિધાનસભામાં 160થી વધુ સીટનો અર્થ થયો કે સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે સરકાર બનાવવા જઈ રહી છે.
8:46 PM, 29 Apr
તમિલનાડુ

તમિલનાડુ રિપલ્પબિક-સીએનએક્સ એક્ઝીટ પોલના પરિણામોએ 234 સીટોવાળી વિધાનસભામાં દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે)ના નેતૃત્વવાળા ગઠબંધનની સરકાર બનવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.
8:25 PM, 29 Apr
પુડુચેરી

એબીપી અને સી વોટરના એક્ઝીટ પોલ મુજબ 30 સીટોવાળા પુડુચેરીમાં ભાજપ ગઠબંધનને જીત મળી શકે છે.
8:23 PM, 29 Apr
કેરળ

એબીપી અને સી વોટરના એક્ઝીટ પોલ મુજબ કેરળની 140 સીટોમાથી લેફ્ટને 71-77 સીટો પર જીત મળી શકે છે.
7:45 PM, 29 Apr
આસામ

આસામ આજ તકના એક્ઝીટ પોલઃ રાજ્યની 126 સીટોમાંથી ભાજપ+ને 75થી 85 અને કોંગ્રેસને 40-50 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 1-4 સીટો જઈ શકે છે.
7:44 PM, 29 Apr
કેરળ

કેરળમાં 2016ના ચૂંટણી પરિણામોમાં ભાજપને માત્ર એક સીટથી જ સંતોષ કરવો પડ્યો હતો.
7:42 PM, 29 Apr
કેરળ

kerala Exit Poll: ડાબેરી સરકારની શાનદાર વાપસી, ભાજપને શૂન્ય
7:35 PM, 29 Apr
પુડુચેરી

R ભારત-CNXના એક્ઝીટ પોલમાં એનડીએને 16થી 20 સીટો, યુપીએને 11થી 23 સીટો અને અન્યના હિસ્સામાં એક પણ સીટ આવતી નથી દેખાઈ રહી.
7:34 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

R ભારત-CNXના એક્ઝીટ પોલમાં ભાજપ આગળ. બંગાળમાં ભાજપને 138-148 સીટો મળવાનુુ અનુમાન.
7:27 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

બંગાળ એક્ઝીટ પોલ: TV9 ભારતવર્ષ-POLSTRAT ટીએમસી+ 152-162 ડાબેરી+16-26 ભાજપ+115-125
7:22 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

એબીપી અને સી વોટરના એક્ઝીટ પોલ મુજબ બંગાળની 292 વિધાનસભા સીટોમાં તૃણમૂલ કોંગ્રેસને 42.1 ટકા વોટ મળી રહ્યા છે. વળી, ભાજપના ખાતામાં 39.1 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસને 15.4 ટકા વોટ મળી શકે છે.
7:22 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

એબીપી અને સી વોટરના એક્ઝીટ પોલ મુજબ બંગાળની 292 વિધાનસભા સીટોમાં તૃણમૂલ કોંગ્રેસને 42.1 ટકા વોટ મળી રહ્યા છે. વળી, ભાજપના ખાતામાં 39.1 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસને 15.4 ટકા વોટ મળી શકે છે.
7:20 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

બંગાળમાં કોની સરકાર?

એબીપી અને સી વોટરના એક્ઝીટ પોલ મુજબ બંગાળની 292 વિધાનસભા સીટોમાં તૃણમૂલ કોંગ્રેસને 152-164 સીટો મળતી દેખાઈ રહી છે. વળી, ભાજપના ખાતામાં 109-121 સીટો મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસને 14-25 સીટો મળી શકે છે.
7:14 PM, 29 Apr
આસામ

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝીટ પોલની માનીએ તો આસામમાં ભાજપને 75થી 85 સીટ કોંગ્રેસ ગઠબંધનને 40થી 50 સીટ અને અન્યને મહત્તમ ચાર સીટો મળતી દેખાઈ રહી છે.
7:13 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

C વોટર સર્વે મુજબ બંગાળમાં TMC+ ને 42 ટકા વોટ મળી શકે છે જ્યારે BJP+ને 39.2 ટકા વોટ મળી શકે છે.
7:11 PM, 29 Apr
કેરળ

કેરળ વિધાનસભા ચૂંટણીમાં 73.58 ટકા વોટિંગ નોંધવામાં આવ્યુ હતુ.
7:10 PM, 29 Apr
તમિલનાડુ

તમિલનાડુમાં 71.43 ટકા લોકોએ કર્યો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ.
7:09 PM, 29 Apr

થોડી વારમાં 5 રાજ્યોમાં સરકારની તસવીર દેખાવી શરૂ થઈ જશે. મહાએક્ઝીટ પોલનો પહેલો આંકડો આવી જશે.
7:08 PM, 29 Apr

ચૂંટણી પંચે બંગાળમાં અંતિમ તબક્કાનુ વોટિંગ ખતમ થવાની ઘોષણા કરી દીધી છે. થોડી વારમાં સામે આવશે બધા રાજ્યોના એક્ઝીટ પોલ.
2:59 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

કલ્યાણ ચૌબે કહે છે કે બૂથ પર જતાં હતા ત્યારે મારી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગો બેકના પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા.
2:56 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

મણિકટલાના ભાજપના ઉમેદવાર કલ્યાણ ચૌબેએ તેમના જીવનને જોખમ હોવાનું જણાવી સલામતીની માંગ કરી છે.
2:14 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

છેલ્લા તબક્કામાં બપોરે 1 વાગ્યે 56.19 ટકા મતદાન થયું હતું.
1:33 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

કોલકાતા ઉત્તરમાં અત્યાર સુધીમાં 27 ટકા મતદાન નોંધાયું છે.
1:33 PM, 29 Apr
પશ્ચિમ બંગાળ

અત્યાર સુધીમાં મુર્શિદાબાદમાં 41.04 ટકા મતદાન થયું છે.
READ MORE

English summary
assembly elections 2021 live updates west bengal, assam, kerala, tamil nadu, election news highlights in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X