For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Poll of Exit Polls: પંજાબમાં આપની સરકાર, જાણો યુપી અને બીજા રાજ્યોમાં કોણ મારી રહ્યુ છે બાજી

અમે તમારા માટે આ બધા એક્ઝિટ પોલ્સના પોલ લઈને આવ્યા છે. એટલે કે બધા એક્ઝીટ પોલનુ સરેરાશ શું કહે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગઈ કાલે ખતમ થઈ ગયુ છે. 10 માર્ચે પરિણામોની ઘોષણા થવાની છે. એ પહેલા અલગ-અલગ સંસ્થાઓ અને ટીવી ચેનલોએ એક્ઝીટ પોલ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે કયા રાજ્યમાં કઈ પાર્ટીને જીત મળી શકે છે. અમે તમારા માટે આ બધા એક્ઝિટ પોલ્સના પોલ લઈને આવ્યા છે. એટલે કે બધા એક્ઝીટ પોલનુ સરેરાશ શું કહે છે, એ અમે તમને જણાવી રહ્યા છે.

bjp-congress

ઉત્તર પ્રદેશમાં ભાજપ

પોલ ઑફ એક્ઝીટ પોલ્સના હિસાબે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સીટો 2017ના મુકાબલે થોડી ઓછી થઈ રહી છે પરંતુ તેમછતાં પણ આરામથી સત્તામાં વાપસી કરી રહી છે. 403 સભ્યોવાળી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પોલ ઑફ એક્ઝીટ પોલ્સમાં ભાજપ અને સહયોગીઓને 240થી 257 વચ્ચે સીટો મળી રહી છે. જે બહુમતના આંકડા(202)થી ઘણા વધુ છે. વળી, સપા ગઠબંધનને પોલ ઑફ એક્ઝીટ પોલ્સમાં 130થી 145 સીટો મળી રહી છે. બસપાને 9-14 જ્યારે કોંગ્રેસને 3-6 સીટો મળી રહી છે.

પંજાબમાં આપ બનાવશે સરકાર

પોલ ઑફ એક્ઝીટ પોલ્સમાં પંજાબમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા નીકળી રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. પોલ ઑફ એક્ઝીટ પોલ્સ પંજાબમાં આમ આદમી પાર્ટીને 62થી 70 વચ્ચે સીટો મળી રહી છે. 117 સીટોવાળી પંજાબ વિધાનસભામાં 59 સીટો બહુમત માટે જોઈએ જેને આપ સરળતાથી મેળવી રહી છે. હાલમાં સત્તાધારી કોંગ્રેસને 24થી 30 અને અકાલી ગઠબંધનને 16થી 21 સીટો મળી રહી છે. ભાજપ અને અમરિંદર સિંહની પાર્ટીને 3-6 સીટો મળવાનુ અનુમાન છે.

ઉત્તરાખંડમાં ભાજપ કરશે વાપસી

ઉત્તરાખંડમાં સત્તારુઢ ભાજપને કોંગ્રેસથી ટક્કર મળી છે પરંતુ તે પાછી આવતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં 70 સીટો છે અને બહુમતનો આંકડો 36 છે. પોલ ઑફ એક્ઝીટ પોલ્સ ઉત્તરાખંડમાં ભાજપને 34થી 37 વચ્ચે સીટો મળી રહી છે. કોંગ્રેસને 29-33 સીટ, બસપાને 2-3, આપને 0-2 અને અન્યને 2-4 સીટો મળી રહી છે.

ગોવામાં કોંગ્રેસ થોડી આગળ

2017માં કોઈ રીતે ગોવામાં સરકાર બનાવવામાં સફળ રહેલી ભાજપની કોંગ્રેસ સામે કાંટાની ટક્કર છે. પોલ ઑફ એક્ઝીટ પોલ્સમાં ગોવામાં ભાજપને 13થી 17 જ્યારે કોંગ્રેસને 14-18 સીટો મળી રહી છે. આપને 2-4, ટીએમસીને 2-4 અને અન્યને 2-5 વચ્ચે સીટો મળી રહી છે. 40 સીટોવાળા ગોવામાં બહુમત માટે 21 સીટો જોઈએ. એવામાં રાજ્યમાં બહુ નજીકની લડાઈ છે.

મણિપુરમાં ભાજપ કરશે વાપસી

પોલ ઑફ એક્ઝીટ પોલ્સના હિસાબે મણિપુરમાં ભાજપ ફરીથી સરકાર બનાવવામાં સફળ થઈ શકે છે. રાજ્યની 60 સીટોમાં ભાજપને 28થી 33 વચ્ચે સીટો મળી રહી છે. કોંગ્રેસને 11-15, એનપીપીને 6-9, એનપીએફને 4-6, જદયુને 5-7 અને અન્યને 6-10 સીટો મળી શકે છે.

2017માં શું હતુ પરિણામ

તમને જણાવી દઈએ કે આ પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત જીત મેળવી હતી. 2017માં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો. વળી, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહી હતી. વળી, પંજાબમાં કોંગ્રેસને બહુમત મળ્યો હતો અને તેની સરકાર બની હતી.

English summary
Assembly Elections 2022 poll of Exit Poll uttar pradesh uttarakhand goa manipur punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X