For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પંચે જાહેર કરી તારીખ

Election 2023 : ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં નાગાલેન્ડ, મઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચ દ્વારા બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપૂરા વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.

election

ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે આ ચૂંટણીના પરિણામો 2 માર્ચના રોજ જાહેર થશે.

નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી 2023

નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી 2023 માટે 31 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે બાદ ઉમેદવારો 7 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચૂંટણી પંચની ટીમ 8 ફેબ્રુઆરીએ નામાંકનોની ચકાસણી કરશે, જ્યારે 10 ફેબ્રુઆરીએ નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર એક સાથે મતદાન થશે અને ત્રણેય રાજ્યોના પરિણામો 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નાગાલેન્ડમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દરેક નાગરિકને મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, પછી ભલે મત વિસ્તાર ગમે તેટલો દૂર અને દૂર્ગમ હોય.

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી 2023

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી 2023 માટે નોટિફિકેશન 21 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે. ત્રિપુરામાં નામાંકન માટેની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. ત્રિપુરામાં અનુસૂચિત જનજાતિ માટે 20 અને અનુસૂચિત જાતિ માટે 10 બેઠકો અનામત છે. હાલ ત્રિપૂરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

મેઘાલય વિધાનસભાની ચૂંટણી 2023

મેઘાલય વિધાનસભાની ચૂંટણી 2023ની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની કુલ 60 વિધાનસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

English summary
Assembly elections will be held in nagaland, tripura and meghalaya, election commission has announced the date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X