For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલા દીક્ષિતનું રાજીનામુ, કેજરીવાલે કહ્યું ‘આ દિલ્હીની જીત’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2013માં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. કોંગ્રેસ અને ભાજપે જે પાર્ટીને નબળી આંકી હતી એ આમ આદમી પાર્ટીએ શાનદાર પર્દાર્પણ કરતા બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે દિલ્હીમાં ભાજપ પહેલી મોટી પાર્ટી બની છે. વિધાનસભાના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો ભાજપ 33 સાથે પ્રથમ અને આમ આદમી પાર્ટી 27 સાથે બીજા ક્રમાંકે છે.

મળતી માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતે રાજીનામં આપી દીધું છે. દિલ્હી વિધાનસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમુક્ત દિલ્હીની મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાચી પડી રહી છે. હાલની સ્થિતિ અનુસાર ભાજપે 33 બેઠકો સાથે બહુમત મેળવી લીધી છે.આ સાથે જ શિલા દીક્ષિત કરતા કેજરીવાલ 10 હજાર મતોથી આગળ છે.

દિલ્હી(70 બેઠક) આગળ
ભાજપ 33
કોંગ્રેસ 08
આપ 27
અન્ય 02

શિલાએ સ્વિકારી હાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શીલા દીક્ષિતે હાર સ્વિકારી છે અને તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ઉપ રાજ્યપાલને મોકલી આપ્યું છે. આ તકે શીલા દીક્ષિતે જણાવ્યું કે, 15 વર્ષ સુધી કોંગ્રેસને સમર્થન આપવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. ચૂંટણીમાં શા માટે પરાજય મળ્યો તે અંગે પાર્ટી દ્વારા વિચાર કરવામાં આવશે.

ખરો વિજય, AAPનો વિજય

ખરો વિજય, AAPનો વિજય

દિલ્હી ખાતે જે ચૂંટણી યોજાઇ તેમાં નિશ્ચિંત પણે જો કોઇનો ખરા અર્થમાં વિજય થયો છે તો એ વિજય અરવિંદ કેજરીવાલ દ્વારા ગઠીત કરવામાં આવેલી આમ આદમી પાર્ટીનો. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 25 જેટલી બેઠકો મેળવી છે. અને તે દિલ્હીમાં બીજી સૌથી મોટી પાર્ટી સાબિત થઇ રહી છે.

ભાજપનો દૂર થશે વનવાસ

ભાજપનો દૂર થશે વનવાસ

અંદાજે 15 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં પોતાની સત્તા બનાવી શકશે. જો કે ભાજપ માટે હવે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી મોટી મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે દિલ્હીમાં ભાજપની 33 બેઠકોની સામે આપ પાર્ટીએ 25 બેઠકો મેળવી છે. જો ભાજપે સત્તા હાસલ કરવી હોય તો આપ અથવા તો અન્યનો સહારો લેવો પડશે.

AAPનો કોઇને પણ સમર્થન કરવાનો ઇન્કાર

AAPનો કોઇને પણ સમર્થન કરવાનો ઇન્કાર

દિલ્હીની બીજી સૌથી મોટી પાર્ટી બનેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે.

કોંગ્રેસને નડી ગયો જન આક્રોશ

કોંગ્રેસને નડી ગયો જન આક્રોશ

મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓના કારણે કોંગ્રેસ વિરુદ્ધ જન આક્રોશ વધી ગયો હતો, જેના પરિણામ સ્વરૂપ દિલ્હીમાં કોંગ્રેસને કરામા પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ લોક આક્રોશ વધી રહ્યો હતો જ્યારે બીજી તરફ કોંગ્રેસે લોક આક્રોશને ધ્યાનમાં નહીં લઇને દિલ્હીમાં ચૂંટણી લડી, જેના સ્વરૂપ આજે કોંગ્રેસ દિલ્હીમાં એક સામાન્ય પાર્ટી બની રહી છે.

English summary
Results of the assembly election in Delhi, will be declared on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X