For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત

Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટા પર ઉંઘી રહેલા 15 પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થઈ જતાં બધાના મોત થયા છે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ તમામ મજૂર રેલવે ટ્રેક પર ઉંઘી રહ્યા હતા, આ ઘટના ઔરંગાબાદ- જાલના રેલવે લાઈન પર બની છે, કરમાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, મળેલી જાણકારી મુજબ ઔરંગાબાદ- જાલના રેલવે લાઈન પર શુક્રવારે સવારે 6.30 વાગ્યે ફ્લાઈઓવર પાસે પાટા પર ઊંઘી રહેલા 15 પ્રવાસી મજૂરોના ઘટના સ્થળે મોત થયાં છે. મૃતકોમાં મજૂરના બાળકો પણ સામેલ છે.

train

કહેવાામાં આવી રહ્યું છે કે બધા મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને બધા ઔરંગાબાદથી પોતાના ગામ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા, રાત વધુ હોવાના કારણે તમામે સટાના શિવાર વિસ્તારમાં પાટા પર જ પોતાનું બિસ્તર લગાવી દીધું. સવારે આ પાટા પરથી એક માલ ગાડી પસાર થઈ અને 15 જેટલા મજૂર તેની ઝપટમાં આવી ગયા.

દક્ષિણ સેન્ટ્રલ રેલવેનના ચીફ પબ્લિક રિલેશન ઑફિસરે કહ્યું કે ઔરંગાબાદમાં કર્માડ પાસે આ ઘટના બની છે, જ્યાં માલગાડીનો એક ખાલી ડબ્બો કેટલાક લોકો ઉપર ચડી ગયો છે આરપીએફ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે.

જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે દેશભરમાં મજૂર ફસાયેલા છે, જો કે કેન્દ્ર સરકાર તરફથી મજૂરોને તેમના રાજ્ય મોકલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે બાદ રાજ્ય સરકારોએ બસની વ્યવસ્થા કરી પોતાના મજૂરોને બોલાવ્યા છે, આ ઉપરાંત રેલવે તરફથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન પણ ચલાવવામમાં આવી છે, જે મજૂરોને તેમના રાજ્ય પહોંચાડી રહી છે.

જૂન-જુલાઈમાં પોતાના ચરમ પર હશે કોરોના વાયરસઃ એઈમ્સના ડાયરેક્ટરજૂન-જુલાઈમાં પોતાના ચરમ પર હશે કોરોના વાયરસઃ એઈમ્સના ડાયરેક્ટર

English summary
At least 15 people, most of them migrant workers, including some kids, were crushed to death by a train in Aurangabad, Maharashtra, on Friday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X