પોર્ટ બ્લેયરમાં નૌકા પલ્ટી, 21ના મોત

નૌકામાં 45 લોકો સવાર હતા. તમિળનાડુના કાંચીપુરમ જિલ્લો અને મુંબઇથી આવેલા પ્રવાસીઓ ઉપરાંત ક્રૂ સભ્ય પણ રોસ આઇસલેન્ડથી નોર્ત બે તરફ જઇ રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. દક્ષિણ આંદમાન જિલ્લા પ્રશાસને 21 લોકોના મોતની પૃષ્ટિ કરી છે. પ્રશાસન અનુસાર 13 લોકોને બચાવી લેવાયા છે.
સૂત્રો અનુસાર સ્થાનિક પ્રશાસન અને કોસ્ટ ગાર્ડના જવાનો લાપતા પ્રવાસીઓને શોધી રહ્યા છે. આશંકા છે કે કેટલાક લોકો એક્વા મરીન નામની એ નૌકાના કેબિનમા ફસાઇ ગયા હશે. વડાપ્રધાન મનમોહન સિંહે નૌકા દુર્ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરતા મૃતકોની આત્માની શાંતિ માટે કામના કરી છે.












Click it and Unblock the Notifications
