For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલવીર કૌરે સરબજીતને આપ્યો મુખાગ્નિ, દેશમાં ગમનો માહોલ

|
Google Oneindia Gujarati News

ભિખીવિંડ, 3 મે: પાકિસ્તાનની જેલમાં મૃત્યું પામેલા ભારતીય કેદી સરબજીત સિંહની અંતિમ યાત્રા આજે પંજાબના તેમના પૈતૃક ગામ ભિખિવિંડમાં કરવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે ભીડ ઉમટી પડી હતી. સરબજીત સિંહને રાજકીય સન્માન સાથે અંતિમ કરવામાં આવ્યાં હતા.

23 વર્ષ સુધી પોતના પરિવારથી દૂર પાકિસ્તાનની જેલમાં દિવસો ગુજારનાર સરબજીતના દેહને કાલે રાત્રે તેમના દેહને ભિખિવિંડ લાવવામાં આવ્યો. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, વિદેશ મંત્રી રાજયમંત્રી પરનીત કૌર, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, ઉપમુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલ હાજર રહ્યાં હતા અને અન્ય કેટલાક નેતાઓ પણ સરબજીતના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

sarabjoit-family

અમૃતસરથી 36 કિલોમીટર દૂર સ્થિત 11000 લોકોની વસ્તીવાળા ગામ ભિખિવિંડમાં કાલે સરબજીતના નિધન સમાચાર આવ્યા બાદ માતમ છવાયો હતો. ગામના લોકોએ સરબજીતના પરિવાર ઘરની પાસે એકત્ર થયા છે.

આ દુખદ સમાચાર બાદ દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી. સરબજીતના મોતથી આક્રોશિત લોકોએ પ્રદર્શન કરવા માટે અને પાકિસ્તાનના વિરોધી નારા લગાવ્યાં હતા અને પૂતળા સળગાવ્યા હતા.

English summary
For Sarabjit Singh's funeral, a sea of people had gathered at Punjab's Bhikiwind village. Among them were Congress vice-president Rahul Gandhi and Punjab CM Parkash Singh Badal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X