For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાન્યાએ 22 વર્ષની ઉંમરે મેળવી 42.5 લાખના વાર્ષિક પેકેજવાળી જૉબ, US કંપનીએ આપી ઑફર

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાન્યા ઢીંગરાએ 22 વર્ષની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી છે.

|
Google Oneindia Gujarati News

શિમલાઃ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાન્યા ઢીંગરાએ 22 વર્ષની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી છે. સાન્યાની આ ઉપલબ્ધિથી પરિવાર જ નહિ પરંતુ સમગ્ર જિલ્લો પણ ખુશ છે. વાસ્તવમાં સાન્યા ઢીંગરાને અમેરિકી કંપની એડોબે નોકરી આપી છે, તે પણ સાડા 42 લાખના વાર્ષિક પેકેજ પર. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સંક્રમણના કારણે 17 ઓગસ્ટે સાન્યાની ઑનલાઈન જોઈનિંગ થઈ ગઈ છે. હવે તે સ્થિતિ સામાન્ય થવા સુધી નોઈડા સ્થિત ઑફિસમાં કામ કરશે.

કુલ્લુ જિલ્લાની રહેવાસી છે સાન્યા ઢીંગરા

કુલ્લુ જિલ્લાની રહેવાસી છે સાન્યા ઢીંગરા

સાન્યા ઢીંગરા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના જિયા ગામની રહેવાસી છે. તેણે દસમા અને બારમાં ધોરણનો અભ્યાસ સુંદરનગરની મહાવીર સ્કૂલમાંથી કર્યો છે. 12માં પછી સાન્યાએ 2016માં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા(એનઆઈટી) હમીરપુરમાં પ્રવેશ મળ્યોહતો. આ વર્ષે જુલાઈમાં તેનો કમ્પ્યુટર સાયન્સનો બીટેકનો કોર્સ પૂરો થયો છે. વળી, પિતા સતીશ ઢીંગરા અને માતા વંદના ઢીંગરાએ ખુશી વ્યક્ત કરીને જણાવ્યુ કે ફેબ્રુઆરીમાં સાન્યાનુ કેમ્પસ સિલેક્શન થયુ હતુ અને જુલાઈમાં જોઈનિંગ લેટર મળી ગયો.

સાન્યાને મળ્યુ 42.5 લાખ વાર્ષિકનુ પેકેજ

સાન્યાને મળ્યુ 42.5 લાખ વાર્ષિકનુ પેકેજ

જણાવવામાં આવી રહ્યુ છે કે કંપનીએ સાન્યાને ટેકનિકલ સભ્ય સ્ટાફ પર નોકરી આપી છે. પિતા સતીશ ઢીંગરાએ જણાવ્યુ કે તેમની દીકરીએ 17 ઓગસ્ટે ઑનલાઈન કાર્યભાર સંભાળ્યોછે અને નોઈડામાં સ્થિત અમેરિકી કંપનીમાં સેવાઓ આપશે. હાલમાં જાન્યુઆરી 2021 સુધી તે પોતાના ઘરેથી જ કામ કરશે. સાન્યા આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી નોઈડા સ્થિત એડોબની ઑપિસમાં કામ કરવા લાગશે. સાન્યાના પિતા સતીશે કહ્યુ કે અભ્યાસ પૂરો થતા જ સાન્યાએ 42.5 લાખનુ પેકેજ મેળવીને જિલ્લી અને રાજ્યનુ નામ રોશન કરી દીધુ છે.

સાન્યાની સફળતાથી સૌને ગર્વ

સાન્યાની સફળતાથી સૌને ગર્વ

તેની આ સફળતાથી ગામ તેમજ વિસ્તારના લોકો ઘણા ખુશ છે. તેમનુ કહેવુ છે કે અમારી દીકરીએ અમારુ માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ છ. સાન્યાની સફળતા અને મહેનતને જોઈને તેની નાની બહેન સિમરન પણ તેના રસ્તે આગળ વધી રહી છે. તેનુ કહેવુ છે કે જેઈઈની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરીને દીદીની જેમ આગળ વધવાનુ છે.

કોંગ્રેસના 23 મોટા નેતાઓએ પક્ષમાં મોટાપાયે ફેરફાર માટે સોનિયા ગાંધીને લખ્યો પત્રકોંગ્રેસના 23 મોટા નેતાઓએ પક્ષમાં મોટાપાયે ફેરફાર માટે સોનિયા ગાંધીને લખ્યો પત્ર

English summary
At the age of 22 Sanya Dhingra get jobs in usa company with 42 lakhs package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X