For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલજી ના રહેતા શોકમાં ડૂબ્યુ તેમનું ગામ, ચૂલા પણ ના સળગ્યા

હિમાચલપ્રદેશના મનાલીના પ્રીણી ગામને પોતાનું બીજુ ઘર માનનારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર લોકોએ દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અને સર્વોચ્ચ સમ્માન 'ભારત રત્ન' થી નવાઝવામાં આવેલા અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. હિમાચલપ્રદેશના મનાલીના પ્રીણી ગામને પોતાનું બીજુ ઘર માનનારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર લોકોએ દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યુ છે. પ્રીણી ગામમાં ગઈ કાલે રાતે કોઈ પણ ઘરમાં ચૂલો સળગ્યો નથી. લોકોઅ નક્કી કર્યુ છે કે તેઓ પોતાના નેતાની અંત્યેષ્ટિ બાદ જ પોતાના ઘરમાં ચૂલો સળગાવશે.

atalji

હિમાચલપ્રદેશ સરકારના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર સાત દિવસના રાજકીય શોકની ઘોષણા કરી છે. આ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકશે. રાજ્ય સરકારે વાજપેયીજીના સમ્માનમાં 17 અને 18 ઓગસ્ટ, 2018 બે દિવસના સાર્વજનિક રજાની ઘોષણા કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અટલ બિહરી વાજપેયીને નવી દિલ્હીમાં તેમના નિવાસ સ્થાન જઈને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

આ પણ વાંચોઃ જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતાઆ પણ વાંચોઃ જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતા

રાજ્યપાલે કહ્યુ કે ભારત રત્ન તેમજ પૂર્વ પ્રધાનમત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન દેશ તથા હિમાચલ પ્રદેશના લોકો માટે મોટી ખોટ છે. પોતાના શોક સંદેશમાં રાજ્યપાલે કહ્યુ કે વાજપેયી ખરા અર્થમાં ભારત રત્ન હતા જેમણે પોતાની સાદગી, વિનમ્રતા અને ઓપનનેસથી બધાના દિલો પર રાજ કર્યુ. તેમણે હંમેશા મૂલ્યો પર આધારિત રાજનીતિ કરી અને ઉદારવાદી નેતા તેમજ સર્વમાન્ય નેતાના રૂપમાં પોતાની અલગ ઓળખ બનાવી. તેમના નિધનથી જે શૂન્યતા આવી છે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીના નિધન પર કોંગ્રેસે આ રીતે આપી શ્રધ્ધાંજલિઆ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીના નિધન પર કોંગ્રેસે આ રીતે આપી શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ કે અટલ બિહારી વાજપેયીનો રાજ્યના લોકો પ્રત્યે લગાવ હતો કારણકે તે હિમાચલને પોતાનું બીજુ ઘર માનતા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમણે પોતાના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસ માટે ઉદારતાપૂર્વક ભંડોળ આપ્યુ. તેમણે કહ્યુ કે શ્રી વાજપેયીનો હિમાચલ સાથે વિશેષ સંબંધ હતો અને તેઓ રાજ્યને પોતાનું બીજુ ઘર માનતા હતા. તેમણે પરમપિતા પાસે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

આ પણ વાંચોઃ વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધ

English summary
Atal Bihari Vajpayee drowned in mourning village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X