For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વાજપેયીની તસવીરને જમીન પર જ છોડીને જતા રહ્યા નેતા

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપે હરદોઈમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નેતાઓ રસખાન ઑડિટોરિયમના ગેટની બાજુમાં જ અટલજીની તસવીર છોડીને જતા રહ્યા.

|
Google Oneindia Gujarati News

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભાનું હરદોઈમાં આયોજન થયું હતું. કાર્યક્રમ ખતમ થયા બાદ અટલજીની તસવીરને જમીન પર જ છોડીને નેતાઓ ચાલ્યા ગયા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે 16 ઓગસ્ટે બીમારીને પગલે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું. આ પણ વાંચો- સાબરમતિમાં કરાયું અટલજીના અસ્થિનું વિસર્જન

atal ji

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપે હરદોઈમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નેતાઓ રસખાન ઑડિટોરિયમના ગેટની બાજુમાં જ અટલજીની તસવીર છોડીને જતા રહ્યા હતા. કાર્યક્રમ બાદ એમની તસવીરને પૂછવાવાળું કોઈ જ નહોતું રહ્યું, બધા જ ત્યાંથી જતા રહ્યા હતા. આ પણ વાંચો- ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પર

રસખાન હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશાસનના અધિકારીઓ અને જિલ્લાના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ દરમિયાન પૂર્વ પીએમ અટલજીની તસવીરની શાન હતી, ત્યાં જ કાર્યક્રમ બાદ તસવીરને આમ જ જમીન પર છોડી દેવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચામાં છે અને લોકો આ બાબતે વાતો કરી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જે કારણે ભાજપના નેતાઓને ફજેતી થઈ રહી છે. આ પણ વાંચો- અટલ બિહારી વાજપેયીનું શરીર તિરંગામાં લપેટાયુ, શું છે રાજકીય સન્માન?

English summary
Atal Bihari Vajpayee photo on ground after prayer meet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X