યોગી સરકારમાં પોલીસ બની સિંઘમ! 6 વર્ષમાં 10 હજારથી વધુ અથડામણ, 60થી વધુ ગુનેગારો ઠાર
Atiq Ahmed Son Asad Encounter: અતીક અહેમદનો પુત્ર અસદ યુપી એસટીએફ ગોળીઓનો ભોગ બન્યો. અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશ પોલીસે ગેંગસ્ટરમાંથી સાંસદ બનેલા અતીક અહેમદના પુત્ર અસદને ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
તમને જણાવી દઈએ કે એક દાયકા પહેલા થયેલી હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યા કેસમાં અતીક અહેમદને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પ્રયાગરાજ કોર્ટે અતીકને દોષિત જાહેર કર્યો છે. હવે તેના પુત્રના એન્કાઉન્ટર પર, અહીં જાણો સીએમ યોગી આદિત્યનાથના સમયમાં કેટલા પોલીસ એન્કાઉન્ટર થયા.

સીએમ યોગીના કાર્યકાળમાં 10,000થી વધુ એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટરમાં 63 ગુનેગારો ઠાર મરાયા છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, માર્ચ 2023 સુધી, મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન, યુપી પોલીસે ગુનેગારો પર ખૂબ જ કડક વલણ અપનાવ્યુ છે.
માર્ચ 2023માં યુપી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે 10,000થી વધુ એન્કાઉન્ટર થયા છે. જેમાં 63 ગુનેગારો માર્યા ગયા છે, જ્યારે એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે.
નોંધનીય છે કે અતીકના પુત્ર અસદ પહેલા કાનપુર એન્કાઉન્ટર ખૂબ ચર્ચામાં હતુ. કાનપુરની બિકરુ કાંડ બાદ પ્રકાશમાં આવેલા વિકાસ દુબેનુ વાહન પલટી જતાં પોલીસે ભૌતી નામના સ્થળે ઠાર માર્યો હતો. દુબેને ચાર ગોળી વાગી હતી.
સરકારી ડેટા પર ANIના અહેવાલ મુજબ, એન્કાઉન્ટરની સંખ્યાના સંદર્ભમાં મેરઠ ટોચ પર છે. 2017થી, મેરઠમાં સૌથી વધુ 3152 એન્કાઉન્ટર થયા છે. એન્કાઉન્ટરમાં 1708 ગુનેગારો પણ ઘાયલ થયા હતા. ગુનેગારો અને પોલીસ વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન 401 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સરકારી ડેટા અનુસાર, યુપી પોલીસ દ્વારા ક્રેકડાઉન દરમિયાન કુલ 5,967 ગુનેગારોને પકડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દાવો કરે છે કે યુપી, જે નબળી કાયદો અને વ્યવસ્થા અને નિર્દોષ લોકો પર માફિયાઓના અત્યાચાર માટે કુખ્યાત હતુ, તે આજે દેશ તેમજ વિદેશમાં "ગુના અને ભયમુક્ત રાજ્ય" તરીકે જાણીતુ છે.
- 2017માં યોગી આદિત્યનાથ સીએમ બન્યા બાદ યુપી પોલીસે 10713 એન્કાઉન્ટર કર્યા હતા.
- મેરઠ પોલીસે સૌથી વધુ 3152 એન્કાઉન્ટર કર્યા છે.
- એન્કાઉન્ટરના મામલામાં 75 જિલ્લાઓમાં આગરા પોલીસ બીજા ક્રમે છે. અહીં 1844 એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા.
- આગ્રામાં 4654 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 14 ભયંકર ગુનેગારો માર્યા ગયા હતા. 55 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
- બરેલીમાં 1497 એન્કાઉન્ટર થયા, જેમાં 3410 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી, જ્યારે 7 માર્યા ગયા. 437 ગુનેગારો પણ ઘાયલ થયા હતા.
- બરેલી એન્કાઉન્ટરમાં 296 બહાદુર પોલીસ જવાન ઘાયલ થયા હતા, જ્યારે 1 શહીદ થયો હતો.
મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ લોકસભા સાંસદ યોગી આદિત્યનાથની ઝીરો ટોલરન્સ નીતિ અંગે સરકારનું કહેવુ છે કે રાજ્યની કમાન સંભાળતાની સાથે જ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમની પ્રથમ પ્રાથમિકતા બની ગઈ હતી.
યોગી સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને માફિયાઓ અને ગુનેગારો સામે ઝડપી પગલાં લીધાં. હાલમાં જ યુપી વિધાનસભામાં યોગીને ખૂબ જ કડક સ્વરમાં કહેતા સાંભળવા મળ્યા કે ગુનેગારોને માટીમાં ભેળવી દેવામાં આવશે.
પ્રયાગરાજમાં બસપા ધારાસભ્ય હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે અતીક અહેમદ અને તેના પુત્રો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અતીકને ગુજરાતની સાબરમતી જેલમાંથી યુપી લાવવામાં આવ્યો હતો.
એન્કાઉન્ટરની આશંકા ત્યારે જ વ્યક્ત કરવામાં આવી રહી હતી જ્યારે અતીક અહેમદનો મામલો સામે આવ્યો અને તેને યુપી ખસેડવામાં આવ્યો. જો કે, કેટલાક ચોંકાવનારા દાવાઓ હતા જેમાં પૂર્વ સપા સાંસદ અતીકના પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
સપાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યુ હતુ કે, અતીકના પુત્રને એક-બે દિવસમાં મારી નાખવામાં આવશે. જો કે, આ દાવાના એક મહિના પછી, અતીકના પુત્ર અસદના ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયાના સમાચાર સામે આવ્યા.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
