કર્ણાટકમાં ફરી ગરજ્યા રાહુલ ગાંધી, કહ્યું-સરકાર ખેડૂત વિરોધી, 2-3 અધિકારીઓ પર જ ફોક્સ
કર્ણાટકમાં કોંગ્રેસ બીજેપી પર ભારે પડી રહી છે. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા બાદ પણ રાહુલ ગાંધી સતત પીએમ મોદી, કેન્દ્ર સરકાર અને બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે. હવે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી ફરીથી કેન્દ્ર સરકાર પર વરસ્યા છે.
ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી બેલગાવી પહોંચ્યા હતા અને અહીં તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિના હિતમાં સરકાર નીતિઓ બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, હવે ફક્ત 2-3 ઉદ્યોગપતિઓ પર જ ફોકસ છે.

રાહુલ ગાંધીએ અહીં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે, સરકારે ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અબજોપતિઓને બેંક લોન સરળતાથી મળે છે અને જો કંઈક થાય છે તો તે સરળતાથી માફ થઈ જાય છે, પરંતુ ખેડૂતોની લોન ક્યારેય નહીં.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેલગાવીના રામદુર્ગમાં શેરડીના ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે ઉદ્યોગપતિઓને આપવામાં આવતી સુવિધાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારની નીતિઓને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા.
આ પહેલી વખત નથી જ્યારે રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હોય. આ પહેલા તેમણે ભાજપ સરકાર પર કમિશન ખોરીનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
