Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણો

40 વર્ષનો અનિલ શર્મા નામનો હુમલાખોર ગુટખાના પાઉચમાં મરચુ ભરીને સચિવાલયમાં લાવ્યો હતો.

જ્યારે 40 વર્ષનો અનિલ કુમાર શર્મા મંગળવારે બપોરે દિલ્લી સચિવાલય પરિસરમાં દાખલ થયો તો તે હજારોની વચ્ચે એક ચહેરો હતો જે પોતાની ફરિયાદ લઈને રોજ આવે છે. પરંતુ તેના થોડા કલાકો બાદ તે સમાચારોમાં છવાયેલો હતો અને આનુ કારણ એ હતુ કે તેણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચુ ફેંકી દીધુ હતુ જ્યારે તેઓ લંચ માટે બહાર જઈ રહ્યા હતા.

મરચુ ફેંકનાર કેજરીવાલને ગણાવી રહ્યા હતા દેશદ્રોહી

મરચુ ફેંકનાર કેજરીવાલને ગણાવી રહ્યા હતા દેશદ્રોહી

અનિલ મુખ્યમંત્રી પાસે પહોંચ્યો અને હાથમાં કાગળ જેવી કોઈ વસ્તુ આપ્યા બાદ પગે લાગવા માટે ઝૂક્યો. ત્યારબાદ ઝડપ બતાવીને અરવિંદ કેજરીવાલ તરફ લપક્યો અને તેમના ચહેરા પર મરચુ નાખી દીધુ. જો કે ચશ્માના કારણે મરચુ આંખમાં ગયુ નહિ પરંતુ આ હુમલામાં અરવિંદ કેજરીવાલના ચશ્મા તૂટી ગયા. પોલિસ દ્વારા પકડાયા બાદ હુમલાખોર સીએમની ટીકા કરી રહ્યો હતો. તેણે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે અને ભાજપ સાચા દેશભક્તોની પાર્ટી છે. તેણે પોતાને પણ સાચો દેશભક્ત ગણાવ્યો. તેણે કહ્યુ, ‘તે મારુ નિશાન હતા. જેટલી મારી કોશિશ હતી તેટલુ મે કર્યુ. હું સાચો દેશભક્ત છું.'

આમ આદમી પાર્ટીએ દિલ્લી પોલિસ પર આરોપ લગાવ્યો

આમ આદમી પાર્ટીએ દિલ્લી પોલિસ પર આરોપ લગાવ્યો

આ હુમલા બાદ આપ અને ભાજપ વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયુ છે અને બંને તરફથી નિવેદનોનો દોર શરૂ થઈ ગયો. આમ આદમી પાર્ટીએ ત્યારબાદ દિલ્લી પોલિસ પર આરોપ લગાવ્યો અને કહ્યુ હતુ કે તે સીએમની સુરક્ષા કરવામાં અસફળ છે. જો કે આ અંગે અમુક સવાલ પણ હતા કે કેવી રીતે અનિલ શર્મા મરચુ લઈને સચિવાલય પરિસરમાં દાખલ થવામાં સફળ થઈ ગયો. અનિલ શર્મા કોણ છે અને તેણે સીએમ કેજરીવાલ પર હુમલો કેમ કર્યો?

ગુટખાના પાઉચમાં મરચુ રાખીને લઈ ગયો

ગુટખાના પાઉચમાં મરચુ રાખીને લઈ ગયો

સૂત્રો મુજબ હુમલાખોરે સચિવાલય પરિસરમાં પહોંચ્યા બાદ કહ્યુ હતુ કે તેનો કોઈ સંબંધી બિમાર છે અને તે પબ્લિક ગવર્નન્સ મોનિટરિંગ સિસ્ટમ (પીજીએમએસ) ના અધિકારીઓને મળવા માંગે છે. બિલ્ડિંગમાં સ્થિત પીજીએમએસ ઓફિસમાંથી કોલ આવ્યા બાદ તેને પાસ આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તેને ગેટ નંબર 6માંથી અંદર જવાનું હતુ, જ્યાં પુરુષ-મહિલાઓની અલગ અલગ તપાસ કરવામાં આવતી હતી. હુમલાખોર પોતાની સાથે હથિયાર લઈને દાખલ થઈ જાત શું થાત?

ફેસબુક પર દક્ષિણપંથી વિચારધારાવાળી પોસ્ટ પણ કરી છે

ફેસબુક પર દક્ષિણપંથી વિચારધારાવાળી પોસ્ટ પણ કરી છે

શર્માના ફેસબુક પરથી માલુમ પડે છે કે તેણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોતાને ઉત્તરપ્રદેશના ખુર્જામાં એનઆઈસી કોલેજનો છાત્ર અને ભાજપનો સભ્ય બતાવ્યો છે. તેણે દક્ષિણપંથી વિચારાધારા મળતા આવતી અમુક પોસ્ટ પણ કરી છે. પોતાની ઘણી પોસ્ટમાં અયોધ્યામાં ટૂંક સમયમાં રામ મંદિર બનાવવાની માંગ પણ તેણે કરી છે. આ ઉપરાંત કેજરીવાલથી લઈને સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવની આકરી ટીકા કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X