આંધ્રપ્રદેશઃ કહેવાતા ગૌરક્ષકોએ 2 દલિતોને નગ્ન કરી ફટકાર્યા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આંધ્રપ્રદેશઃ કહેવાતા ગૌરક્ષકોએ 2 દલિતોને નગ્ન કરી ફટકાર્યા

આંધ્રપ્રદેશઃ કહેવાતા ગૌરક્ષકોએ 2 દલિતોને નગ્ન કરી ફટકાર્યા

ગુજરાત બાદ હવે આંધ્ર પ્રદેશમાં પણ દલિતોને ફટકાર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 100 જેટલા કહેવાતા ગૌરક્ષકોએ ગાયનું ચાંબડું ઉતારવાના આરોપસર બે દલિત ભાઇઓને ઝાડ સાથે બાંધી નગ્ન હાલતમાં માર્યા. સોમવારે અમલાપુર ગામમાં આ ઘટના ઘટી હતી.

કાશ્મીરના યુવાનોના હાથમાં પથ્થ નહીં, બુકો શોભેઃ મોદી

કાશ્મીરના યુવાનોના હાથમાં પથ્થ નહીં, બુકો શોભેઃ મોદી

મોદીએ ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ભાબરામાં આઝાદી 70 સાલ, યાદ કરો કુરબાની અભિયાનની શરૂઆત કરી. તેમણે આઝાદની મૂર્તિ પર માળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પણ આપી. કાશ્મીર અંગે વાત કરતા કહ્યું કે કાશ્મીરી યુવાનોના હાથમાં પથ્થર નહીં, કોમ્પ્યુટર અને પુસ્તકો હોવાં જોઇએં.

ચેન્નાઇ પાસે ટ્રેનની છત તોડીને 5.78 કરોડ રૂપિયાની લૂંટ

ચેન્નાઇ પાસે ટ્રેનની છત તોડીને 5.78 કરોડ રૂપિયાની લૂંટ

સેલમથી ચેન્નઈ જઈ રહેલી ટ્રેનમાં ફિલ્મી ઢબે 5.78 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે. આ લૂંટ ટ્રેનની છતને કાપીને કરવામાં આવી છે. કોચમાં આરબીઆઈના અંદાજે 342 કરોડ રૂપિયા હતા.તેનું કુલ વજન 23 ટન થતું હતું. આ રૂપિયાને ડિપોઝીટ કરવા માટે ચેન્નઈ લઈ જવાઈ રહ્યાં હતા.

કાશ્મીરની સ્થિતિ અતિ ગંભીર છેઃ રાજનાથ સિંહ

કાશ્મીરની સ્થિતિ અતિ ગંભીર છેઃ રાજનાથ સિંહ

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન રાજનાથસિંહ ગૃહમાં આવ્યા હતા. રાજનાથે કહ્યું કે આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધી શકાય તેમ નથી. ઉકેલ શોધવા માટે તેમને સૌની મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે બુધવારે ગૃહમાં ચર્ચા યોજવાની વાતને સમર્થન આપ્યું હતું.

GSTથી ગારમેન્ટ સેક્ટરમાં બોજો હળવો બનશે

GSTથી ગારમેન્ટ સેક્ટરમાં બોજો હળવો બનશે

જીએસટીમાં ટેક્સ સિસ્ટમમાં ‘સિંગલ વિન્ડો' હોવાના કારણે ટેક્સટાઇલ સેક્ટરમાં અલગ અલગ ટેક્સની ઝંઝટ અને કામનો બોજો હળવો થવાની આશા વધી છે. ગાર્મેન્ટ સેક્ટરમાં વર્તમાન ટેક્સ સિસ્ટમ ખૂબ જ જટિલ છે તેમાં રાહત મળી શકે છે. જટિલ ટેક્સ સિસ્ટમના કારણે વેપારીઓને મુશ્કેલી અનુભવી પડી રહી છે.

દેશની 1 લાખથી વધુ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક

દેશની 1 લાખથી વધુ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક

માનવ સંસાધન મંત્રાલયના રીપોર્ટ મુજબ 1 લાખ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ એટલેકે 17,874 સ્કૂલ એવી છે જ્યાં સ્કૂલદીઠ એક શિક્ષક છે. ઉત્તરપ્રદેશની 17,602 સ્કૂલમાં માત્ર 1 જ શિક્ષક છે. રાજસ્થાનની 13575 શાળાઓમાં 1 જ શિક્ષક છે.

મોદીજી, અમારા સિંહ બચાવોઃ મુલાયમ સિંહ યાદવ

મોદીજી, અમારા સિંહ બચાવોઃ મુલાયમ સિંહ યાદવ

ઉત્તર પ્રદેશમાં ઇટાવા લાયન સફારીમાં સિંહોના મોતને લઇ મુલાયમસિંહ યાદવ ચિંતિત છે. તેમણે સિંહના મૃત્યુ અંગેનું કારણ જાણવા સંસદ પાસેથી સારા ડૉક્ટરો પાસે તપાસ કરાવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે મુલાયમ અને અખિલેશની માંગને ધ્યાનમાં રાખી મોદીએ સિંહ આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X