ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાજસ્થાનમાં ભૂત ભગાડવાના નામે મોઢામાં જૂતા લઈને ચાલે છે મહિલાઓ
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આસિંદ નજીક આવેલા બંક્યારાણી માતાના મંદિરની 200 સીડી મહિલાઓ મોઢાંમાં જૂતા નાખીને ચઢે છે. અહીં શનિવારે અને રવિવારે ઘણી મહિલાઓ પીઠ અને માથાના જોરે આ સીડીઓ પરથી નીચે ઉતરે છે જેથી તેમને ભૂતમાંથી મુક્તી મળી શકે.

દિલ્હીઃ યમુના નદીમાં પાણીની સપાટી વધતાં 32 ટ્રેનો રદ્દ
દિલ્હીમાં થઇ રહેલા સતત વરસાદ અને હરિયાણામાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુનાની સપાટી ખતરો બની શકે છે. ખતરાનું નિશાન 204.83 મીટર છે જે વટાવી જળસ્તર 204.90 મીટરે પહોંચ્યું છે. જેને પગલે દિલ્હીના જૂના લોખંડના પુલ પરથી ટ્રેનોની અવરજવર રોકી દેવાઇ છે.

SRK અટકાયત થાય છે તો US જાઓ છો જ કેમ?: શિવસેના
શિવસેનાએ મુખપત્ર સામનામાં કહ્યુ છે કે, અમેરિકાના એરપોર્ટ પર આવું થવું એ શાહરુખ માટે સામાન્ય વાત છે. તો પણ માત્ર અપમાન કરાવવા માટે આ સહિષ્ણુ અભિનેતા વારંવાર અમેરિકા જાય છે. તેમણે સ્વભિમાન સાથે પાછું આવી જવુ જોઈએ

રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ અશ્લિલ મેસેજ મોકલનારને ખુલ્લો પાડ્યો
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીને ફેસબુક પર એક યુવક દ્ધારા અશ્લિલ મેસેજ કરવાની ઘટના સામે આવી છે. શર્મિષ્ઠા મુખર્જીએ ફેસબુક પર ઘટનાની જાણકારી આપી છે. શર્મિષ્ઠાએ ફેસબુક પર એક પોસ્ટ કરી તેમને અશ્લિલ મેસેજ કરવાના વ્યક્તિનું નામ અને મેસેજને જાહેર કર્યા.

આસામ જીએસટી બિલ પસાર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું
આસામ તે જીએસટી બંધારણીય સુધારા બિલને બહાલી આપનારું દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે. સંસદનાં બંને ગૃહે આ વિધેયકને પસાર કર્યા પછી આસામ વિધાનસભાએ શુક્રવારે વિધેયકને સર્વાનુમતે પસાર કર્યું હતું. સ્પીકર રણજીતકુમાર દાસે બિલ પસાર થયું હોવાની જાહેરાત કરી હતી.

કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે 80,000 કરોડ રૂપિયાનું પેકેજઃ રાજનાથ
કાશ્મીરમાં શાંતિ અને સ્થિતિ સામાન્ય થાય તે માટે અને કાશ્મીરના વિકાસ માટે રૂ 80,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે સામાન્ય નાગરિક માટે સુરક્ષાદળો સંયમપૂર્વક વર્તશે પણ હત્યા અને આતંકવાદની કોશીશ કરનારા સાથે કામ પાડવામાં આવશે.

દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઇ
70મા સ્વાતંત્રતા દિવસે આ દિવસે ખૂબ જ રોનક જોવા મળશે. ઉજવણી, અપેક્ષા અને ખુશીના આ રંગનો ભંગ ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ. ઉત્તર પ્રદેથી દિલ્હીમાં પ્રવેશી રહેલી તમામ ગાડીઓનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનઃ મહિલાને ડાકણ ગણાવી સામાજીક બહિષ્કાર કરાય છે
ભીલવાડા અને રાજસમંદમાં એવા ઘણા ગામ છે જ્યાં લોકો આજેપણ ડાકણ પ્રથામાં માને છે. રાજ્યમાં આ મુદ્દે કાયદો હોવાછતાં મહિલાઓનો સામાજીક બહિષ્કાર, અપમાનિત કરવી, માર મારવો તથા હત્યા સુધીની ઘટનાઓ મળી રહી છે. હાલમાં જ એક મહિલાને ડાકણ ગણાવી ગ્રામજનોએ માર માર્યો હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
