For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન મોદીની અજ્ઞાનતા મટાવજોઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભગવાન મોદીની અજ્ઞાનતા મટાવજોઃ રાહુલ ગાંધી

ભગવાન મોદીની અજ્ઞાનતા મટાવજોઃ રાહુલ ગાંધી

મોદીએ પાર્ટી કાર્યાલયના ખાતમુહુર્ત દરમિયાન કરેલા સંબોઘનને કારણે વિવાદ ચગ્યો. મોદીએ કહ્યું હતું કે કોઇપણ અન્ય પાર્ટી કરતા ભાજપે વધુ બલિદાન આપ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રાર્થના કરીને ભગવાન વડાપ્રધાનને અજ્ઞાનતામાંથી સ્વાતંત્ર્ય આપે તેવી માંગણી કરી હતી.

કુતરો કહો તો ચાલશે, પણ પાકિસ્તાની ન કહોઃ બલોચ શરણાર્થી

કુતરો કહો તો ચાલશે, પણ પાકિસ્તાની ન કહોઃ બલોચ શરણાર્થી

બલૂચના 25 વર્ષના મઝદક દિલશાનને તેના જન્મ સ્થળને કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો છે. તેઓ જ્યારે નવી દિલ્હી પહોંચ્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓને તેમના પર શંકા થઈ હતી. પાકિસ્તાની સેનાના અત્યાચાર પછી દિલશાનની જેમ હજારો બલોચ લોકોને દુનિયાના વિવિધ વિસ્તારોમાં શરણાગતિ સ્વીકારવી પડી છે

અરુણાચલમાં સુખોઇ-30 ઉતારી ભારતે ચીનને બતાવી તાકાત

અરુણાચલમાં સુખોઇ-30 ઉતારી ભારતે ચીનને બતાવી તાકાત

ભારતના પડોશી પાક અને ચીન સતત ભારત માટે ખતરો ઉભા કરતા રહ્યા છે. ત્યારે ભારતે પોતાની સરહદોની સુરક્ષા કરવા કેટલાક પગલા ભરવા જરૂરી બની જાય છે. ભારતે ચીન સાથે લાગેલ સરહદે એરફોર્સ માટે નવા રનવે બાંધવાનું શરૂ કર્યું છે.

સિક્કિમમાં જેમ તૂટવાનું જોખમ

સિક્કિમમાં જેમ તૂટવાનું જોખમ

નોર્થ સિક્કિમમાં કાનકા નદી પાસે થયેલા ભૂસ્ખલનથી બનેલો 150 ફૂટ પહોળો ડેમ તૂટી જવાનું જોખમ છે. જેના કારણે રાજ્યમાં ભયાનક પૂરની ઝપેટમાં આવી શકે છે. સીડબલ્યુસીએ રાજ્ય સરકારને એલર્ટ રહેવા જણાવ્યું છે.

અમરનાથ યાત્રા સંપન્ન, અઢી લાખ લોકોએ દર્શન કર્યાં

અમરનાથ યાત્રા સંપન્ન, અઢી લાખ લોકોએ દર્શન કર્યાં

જમ્મુ-કાશ્મીરમાં 48 દિવસથી ચાલી રહેલી વાર્ષિક અમરનાથ યાત્રા પુરી થઈ ગઈ છે. આ યાત્રા ગુરુવારે ગુફાની અંદર પૂજા-અર્ચના પછી સમાપ્ત થઈ હતી. આ વર્ષે માત્ર 2 લાખ 21 હજાર શ્રધ્ધાળુઓ જ યાત્રા કરી શક્યા જે ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી સંખ્યા છે.

કાશીમાં ગંગા ભયજનક સપાટીએ

કાશીમાં ગંગા ભયજનક સપાટીએ

ગુરુવારે રાત સુધી ગંગાનું જળસ્તર અંદાજે 71.48 મીટર સુધી પહોંચી ગયું હતું. જેથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લગભગ તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે ગલીઓ અને સીડીઓ પર જ મૃતદેહ દહન કરવામાં આવી રહ્યાં છે.

English summary
August 21 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X