ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વારાણસી
પૂરના કારણે વારાણસીના ફેમસ એવા મણિકર્ણિકા ઘાટની એક તસ્વીર જ્યાં પાણી ફરી વળ્યાં છે.

મોદીનો ફેવરીટ ઘાટ ડૂબ્યો
પૂરના કારણે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો અસ્સી ઘાટ ડૂબી ગયો છે. અસ્સી ઘાટની ગલીઓમાં હોળીઓ ચાલી રહી છે. પીએમ મોદીએ આ જ ઘાટ પર કરસેવા કરી હતી.

માયાવતીને ઝટકો, બ્રાહ્મણ નેતા બ્રજેશ પાઠક બીજેપીમાં જોડાયા
બહુજન સમાજવાદી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. પાર્ટીના અગ્રણી સાંસદ બ્રજેશ પાઠક બસપા છોડીને બીજેપીમાં જોડાઈ ગયા છે. અમિત શાહની હાજરીમાં બ્રજેશ પાઠક બીજેપીના સભ્ય બન્યા. ભાજપે કહ્યું છે કે, બ્રજેશ પાઠક તેમની પાર્ટીમાં જોડાવાથી પક્ષને યુપીના ઉન્નાવ વિસ્તારમાં ફાયદો થશે.

એમપીમાં પૂરની સ્થિતિ, પોલીવાળાઓને માથે પડ્યા સીએમ
ઉત્તર ભારતના રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશમાં પૂરને કારણે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશમાં આઠથી વધુ જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. પન્નામાં સર્વે માટે ગયેલા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પોલીસવાળાઓએ ઉપાડીને નાળું પાર કરાવ્યું હતું.

એરલાઈન્સે વિદેશના ભાડામાં કર્યો 10 ટકા સુધી વધારો
હવે તમારા માટે લંડન, ન્યૂયોર્ક, પેરિસ, દુબઈ, મોસ્કો જવું મોંઘું થઈ ગયું છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા ભાડામાં 10 ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા આ ભાડું છેલ્લા 4 મહિનામાં વધાર્યું છે અને ફેસ્ટિવ સીઝનમાં હજુ તેમાં વધારો કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
