ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નિર્ભયા ગેંગરેપના દોષિતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નિર્ભયા ગેંગરેપના દોષિતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા દુષ્કર્મ કાંડના દોષિત વિનય શર્માએ તિહાર જેલમાં આપઘાતન પ્રયાસ કર્યો છે. તેને ગંભીર હાલતમાં દિનદિયાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાયો છે. નોંધનીય છે કે 2013માં નિર્ભયા ગેંગરેપના મુખ્ય દોષિત રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

નેપાળ અને મધ્યપ્રદેશના પૂરના પાણીથી બિહાર અને ઉત્તરપ્રદેશમાં ધોવાણ

નેપાળ અને મધ્યપ્રદેશના પૂરના પાણીથી બિહાર અને ઉત્તરપ્રદેશમાં ધોવાણ

નેપાળ અને પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાંથી પાણી છોડવામાં આવતા મંગળવારે ઉત્તરપ્રદેશમાં પૂરનું સંકટ વધ્યું હતું, બિહારમાં સામાન્ય વરસાદ છતાં પૂરની સ્તિથિ ગંભીર બની ચૂકી છે. બલિયામાં ગંગાનુ સ્તર 60.31 મીટર પર પહોંચી ગયું છે. અહી ગંગાનદી ખતરાના નિશાનથી 3 મીટર ઉપર વહી રહી છે.

45 દિવસની હિંસાથી કાશ્મીરને 6000 કરોડ રૂપિયાનું નુકસાન

45 દિવસની હિંસાથી કાશ્મીરને 6000 કરોડ રૂપિયાનું નુકસાન

આતંકી વાણીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં ભડકેલી હિંસાને કારણે છેલ્લા 45 દિવસમાં રૂપિયા 6000 કરોડનું નુકસાન થયું છે. લોકો પેલેટ ગનથી ઘાયલ તો થયા જ છે, સાથે ઘરોમાં પુરાઇને ડિપ્રેશનનો શિકાર બન્યા છે. ઘંઘા અને રોજગાર બંધ થવાને કારણે રૂપિયા 6000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે જયલલિતાની ઝાટકણી કાઢી

બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે જયલલિતાની ઝાટકણી કાઢી

તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ AIADMK નેતાને બદનક્ષીના કાયદાનો સહારો લેવા પર ઝાટક્યા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી જયલલિતાને કહ્યું કે તમે બદનક્ષીના કેસ દ્વારા લોકતંત્રનું ગળું દબાવી શકો નહીં. આ યોગ્ય નથી.

RSSએ ગાંધીને માર્યા એવું ક્યારેય નથી કહ્યું : રાહુલ ગાંધી

RSSએ ગાંધીને માર્યા એવું ક્યારેય નથી કહ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે તેમણે ગાંધી હત્યા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એક સંગઠનના તરીકે ક્યારેય જવાબદાર નથી ઠેરવ્યું. મહાત્મા ગાંધી હત્યામાં આરએસએસના નામ જોડવા પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં તેમણે સોગંદનામુ દાખલ કર્યું છે. વકીલ સિબ્બલે સુપ્રીમકોર્ટમાં સોગંદનામાનો હવાલો આપ્યો.

ગંગાના પૂરને કારણે વારાણસીમાં છત પર થાય અંતિમ સંસ્કાર

ગંગાના પૂરને કારણે વારાણસીમાં છત પર થાય અંતિમ સંસ્કાર

વારાણસી ખાતે વહેતી ગંગા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશન પ્રમાણે, બનારસમાં ગંગાની જોખમી સપાટી 71.26 મીટરથી વધીને 72.54 પહોંચી ગઈ છે. પૂરના કારણે મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોનાં અંતિમ સંસ્કાર છત પર કરવા પડે છે.

લો બોલો, અહ્યાં દારૂ પીવા પર દંડ થાય છે નારીયળ

લો બોલો, અહ્યાં દારૂ પીવા પર દંડ થાય છે નારીયળ

છતિસગઢના કોરબા જિલ્લાના એક ગામમાં દારૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ છે. જો કે કોઇ પણ વ્યક્તિ દારૂ પીતો પકડાય તો તેને નારીયળનો દંડ ફટકારવામાં આવે છે. પંચનું કહેવું છે કે દંડ સરળ છે, પણ આવું કરવાથી લોકો શરમમાં મુકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X