કેરળઃ મેંગલોર એક્સપ્રેસના 12 ડબ્બા ખડી પડ્યા

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેરળઃ મેંગલોર એક્સપ્રેસના 12 ડબ્બા ખડી પડ્યા

કેરળઃ મેંગલોર એક્સપ્રેસના 12 ડબ્બા ખડી પડ્યા

કેરળના કરુકુટ્ટી સ્ટેશન પાસે બેંગ્લોર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતા. ઘટનાના પગલે બે કલાક સુધી સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

મેંગલુરુની કોલેજમાં બુરખા પર પ્રતિબંધ મુકાતાં હોબાળો

મેંગલુરુની કોલેજમાં બુરખા પર પ્રતિબંધ મુકાતાં હોબાળો

શહેરની શ્રીનિવાસન ગ્રુપની કોલેજોમાં વિદ્યાર્થિનીઓ પર બુરખો પહેરવા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ કોલેજ મેનેજમેન્ટના પરિપત્રનો વિરોધ નોંધાવ્યો છે. ઉપરાંત કહ્યું કે બંધારણના મૌલિક અધિકારી પૈકી એક ધાર્મિક સ્વતંત્રતાના અધિકારથી અમને વંચિત રાખવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

દિલ્હીઃ પુત્રીઓને મૃત હાલતમાં છોડનાર પિતા જ હતો પુત્રનો હત્યારો

દિલ્હીઃ પુત્રીઓને મૃત હાલતમાં છોડનાર પિતા જ હતો પુત્રનો હત્યારો

સમયુપર બાદલી વિસ્તારમાં એક નરાધમ પિતા પોતાની બે પુત્રીઓને રુમમાં બંધ કરી નાસી છૂટ્યો હતો. શનિવારે પોલીસે આ નરાધમ શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે રક્ષા બંધનને દિવસે અઢી વર્ષના પુત્રને મુનક નહેરમાં ફેંકી દીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

ઇસરોએ સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કર્યું

ઇસરોએ સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કર્યું

રવિવારે ઇસરોએ સફળતાપૂર્વક સ્ક્રમેજેટ એન્જિનનું પરિક્ષણ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતિષ ધવન રિસર્ચ સેન્ટરથી આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. 3 ટન વજન ધરાવતા સાઉન્ડિંગ રોકેટ RH-560 સુપરસોનિક કોમ્બેશન રેમજેટે ફ્લાઇટ ભરી હતી.

દેશની એક્તા માટે 30ના જીવ લેવા પડતા તો પણ લેત : અયોધ્યાકાંડ પર મુલાયમ

દેશની એક્તા માટે 30ના જીવ લેવા પડતા તો પણ લેત : અયોધ્યાકાંડ પર મુલાયમ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અયોધ્યામાં ગોળી ચલાવવાના પોતાના નિર્ણયને સાચો માને છે. મુલાયમસિંહ યાદવે આજે લખનઉમાં એક પુસ્તકના વિમોચન સમારોહમાં અયોધ્યામાં કારસેવકો પર ગોળી ચલાવવાના આદેશને સાચુ બતાવ્યું હતું.

મોટા શહેરોમાં 600-1000 રૂપિયામાં વેચાઈ રહી છે ઊંઘ!

મોટા શહેરોમાં 600-1000 રૂપિયામાં વેચાઈ રહી છે ઊંઘ!

મોટા શહેરોમાં ઊંઘ ના આવવાની સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે. પાછલા અમુક વર્ષોમાં દેશમાં 300થી વધારે સ્લીપ લેબોરેટરી બની ગઈ છે. આ લેબોરેટરી લોકોને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. સસ્તા સ્લીપ લેબ્સમાં પણ એક સેશનના સામાન્યરીત 600-1000 રૂપિયા લેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X