રેલીની મંજૂરી કેમ નથી આપી રહ્યું ગુજરાતઃ કેજરીવાલ
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રેલીની મંજૂરી કેમ નથી આપી રહ્યું ગુજરાતઃ કેજરીવાલ
કેજરીવાલને સુરતમાં રેલી કાઢવી છે પણ હજુ સુધી તેમને મંજૂરી મળી નથી. ત્યારે કેજરીવાલે ટ્વીટ કરી બળાપો કાઢ્યો હતો. કહ્યું કે છેલ્લા 1 મહિનાથી રેલીની મંજૂરી માંગવા અનેક પ્રયત્નો કરું છું પણ મંજૂરી કેમ નથી મળી રહી?

આરુષી હત્યા કેસઃ નુપુર તલવારને 3 અઠવાડિયાના પેરોલ મળ્યા
અલાહાબાદ હાઇકોર્ટે નુપુર તલવારને ત્રણ અઠવાડિયાના પેરોલ આપી દીધા છે. નુપુરની માતાની તબિયત નાદુરુસ્ત હોવાના કારણે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. પોતાની જ દિકરી આરુષી અને નોકર હેમરાજની હત્યાના આરોપમાં રાજેશ તલવાર અને નુપુર તલવારને આજવન કેદની સજા ફટકારાઇ છે.

ભારતની સીમામાં ઘુસી આવ્યું પાક.નું વિમાન
પાકિસ્તાનનું વિમાન ભારતીય સીમામાં ઘુસી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. આ વિમાન કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં જોવા મળ્યું હતું. ભારતે પોક અને બલૂચિસ્તાનમાં થઇ રહેલા માનવ હનનનો મુદ્દો ઉઠાવ્યો તેવા સમયે આ ઘટના ઘટી છે. ભારતીય સીમામાં પાક. વિમાન શું કરતું હતું તે અંગે સવાલ ઉઠ્યો છે.

51 દિવસ બાદ કાશ્મીરમાં જનજીવન થાળે પડવાનું શરૂ
બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં ફેલાયેલી અશાંતિમાં 51 દિવસ બાદ જીનજીવન થાળે પડવાનું શરૂ થયું છે. શ્રીનગરના નૌહટ્ટા અને મહારાજાગંજ વિસ્તારમાં કર્ફ્યૂ ચાલુ છે. કશ્મીરના 10 જીલ્લામાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે બુલંદશહેર રેપ અંગે આઝમ ખાનના નિવેદનની ઝાટકણી કાઢી
બુલંદશહર રેપ કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન સામે લાલ આંખ બતાવી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આઝમ ખાન સહિત આ મામલે સરકારને પણ નોટિસ ફટકારી છે અને ત્રણ સપ્તાહની અંદર જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમે CBIની તપાસ પર સ્ટે મુક્યો છે.

U Turn મારી મહેશ શર્મા બોલ્યા, મારે પણ બે દીકરીઓ છે
વિદેશી મહિલા પ્રવાસીઓને સ્કર્ટ ના પહેરવાની સલાહ આપીને વિવાદમાં ઘેરાયેલા કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન મહેશ શર્માએ યુ ટર્ન લીધો છે. તેમણે જણાવ્યું કે મેં ધાર્મિક સ્થાનો અંગે વાત કરી હતી. મારે પણ બે પુત્રીઓ છે... મેં ક્યારેય નથી કહ્યું કે કોઇ વ્યક્તિએ શું ના પહેરવું જોઇએ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
