For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aurangabad Train Accident: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તપાસનો આદેશ આપ્યો

Aurangabad Train Accident: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તપાસનો આદેશ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઔરંગામાં આજે એક દર્દનાક ઘટના સામે આવી છે, અહીં રેલના પાટા પર 16 પ્રવાસી મજૂરો ટ્રેનના અડફેટે આવી જતા મૃત્યુ પામ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈન પાસે આ દુર્ઘટના થઈ, જેમાં 16 મજૂરોના મોત થયા છે જ્યારે 5 અન્ય મજૂર ઘાયલ થયા છે. આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પર શુક્રવારે વહેલી સવારે 5.15 વાગ્યે બની, ઘટનામાં ઘાયલ લોકોને ઔરંગાબાદના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મૃતકોમાં મજૂરના બાળકો પણ સામેલ છે.

રાહત કાર્ય ચાલુ

રાહત કાર્ય ચાલુ

ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે- રાહત કાર્ય ચાલુ છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે આજે 5.22 વાગ્યે નાંદેડ ડિવીઝનના બદનાપુર અને કરમાડ સ્ટેશશન વચ્ચે ઉંઘેલા શ્રમિકોના માલગાડી નીચે આવી ગયાના દુખદ સમાચાર મળ્યા, રાહત કાર્ય ચાલુ છે, ઈન્કવાયરીના આદેશ આપ્યા છે, દિવંગત આત્માઓની આત્માને શાંતિ હેતુ ઈશ્વરને પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

આ ગોજારા અકસ્માત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઔરંગાબાદમાં થયેલ રેલવે દુર્ઘટનામાં જીવ ગયાના સમાચાર જાણી ઘણું દુખ પહોંચ્યું છે. આ મામલે પીએમ મોદીએ રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે વાતચીત કરી છે અને હાલાતનો રિપોર્ટ મેળવવા કહ્યું છે.

બધા મજૂર સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા

આ બધા મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઔરંગાબાદથી ગામ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા, મોડી રાત થઈ ગઈ હોવાના પગલે બદાએ સટાના શિવાર વિસ્તારમાં ટ્રેનના પાટા પર જ પોતાની પથારી લગાવી દીધી. સવારે આ પાટાથી એક માલ ગાડી પસાર થઈ અને 16 મજૂરોને પોતાના લપેટામાં લઈ લીધા. જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે દેશભરમાં મજૂરો ફસાયા છે, જો કે કેન્દ્ર સરકાર તરફતી મજૂરોને તેમના રાજ્ય પાછા મોકલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે બાદ રાજ્ય સરકારોએ બસની વ્યવસ્થા કરી પોતાના મજૂરોને બોલાવ્યા છે, આ ઉપરાંત રેલવે તરફતી સ્પેશિયલ શ્રમિક ટ્રેન પણ ચલાવવામાં આવી છે, જે મજૂરોને તેમના રાજ્ય સુધી હપોંચાડી રહી છે.

Maharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોતMaharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત

English summary
Aurangabad Train Accident: piyush goyal said and inquiry had been launched
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X